ધાર્મિક@ગુજરાત: સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે ભવ્ય ઉજવણી, ભક્તોની ભારે ભીડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચૈત્રી પૂનમ એટલે કે, હનુમાન જયંતિ નિમિત્ત ભક્તો કષ્ટભંજન દેવના દર્શન માટે ઉમટી પડ્યા છે. જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. સાળંગપુરમાં મોટી સંખ્યા ભક્તો કિંગ્સ ઓફ સાળંગપુરના દર્શન કરવા ઉમટ્યા છે. કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરમાં સંતોએ અઢીસો કિલોની કેક કાપી હતી. ઉજવણીના ભાગરૂપે મંદિરમાં મારુતિ યજ્ઞનનું આયોજન કરાયું હતું. તેમાં પણ એક હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
પંચમહાલ જિલ્લામાં યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ચૈત્રી પૂનમ નિમિત્તે મહાકાળી માતાજીના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે. વહેલી સવારથી જ પગથિયા પર સુધી ભક્તોની લાઈન જોવા મળી છે. માતાજીના જયકાર સાથે મંદિર પરિસર પણ ગૂંજી ઉઠ્યું છે. આજે ચોટીલામાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી માતાજીના દર્શ કરવા લાગી લાંબી લાઇનો લાગી છે. ચામુંડા માતાજીના જયઘોષ સાથે પગથિયા ચડતા શ્રદ્ધાળુ જોવા મળ્યા છે.