ધાર્મિક@ગુજરાત: અંબાજીમાં 51 દીકરીઓની મહાઆરતીથી વાતાવરણ ભક્તિમય બન્યું

 
અંબાજી
શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ માના ચાચર ચોકમાં જોવા મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં નવરાત્રિનો રંગ જામી રહ્યો છે. વિવિધ શહેરોમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યના પ્રખ્યાત અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પ્રખ્યાત અંબાજી મંદિરમાં શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મંદિરના ચાચર ચોકમાં રાત્રે 9 કલાકે માતાજીની મહાઆરતી થઈ હતી.

આ આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. તમામ ભક્તોએ આરતીનો લાભ લીધો હતો. ભક્તિની સાથે સાથે ગરબાની રમઝટ ચાચર ચોકમાં જોવા મળી હતી.મહાઆરતી પછી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. શક્તિ ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ માના ચાચર ચોકમાં જોવા મળ્યો હતો. 6 થી 11 વર્ષની બાળાઓએ મહા આરતી કરી હતી. 51 દીકરીઓએ મહા આરતી કરી હતી. માથે ગરબા લઈને બાળાઓ ગરબે ઝૂમી હતી.