આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

આજે 26 ડિસેમ્બરના રોજ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ છે ત્યારે ગ્રહણ સમયે તમામ હિન્દૂ મંદિરો બંધ રહેતા હોય છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર યાત્રાધામ શામળાજી એક એવું મંદિર છે કે ગ્રહણ સમયે ખુલ્લું રહે છે. ગુરુવારે ગ્રહણના દિવસે ગ્રહણનો વેધ ચાલુ થાય એ સમયે વહેલા પરોઢે 4 કલાકે મંદિર ખુલ્યું હતું અને 4.45 કલાકે ભગવાનની મંગળા આરતી બાદ ભગવાન કાળીયા ઠાકોરના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સૂર્યગ્રહણ ખાસ પ્રકારની ફિલ્મના ચશ્મા પહેરીને જોવું હિતાવહ છે. તો ખગોળ વૈજ્ઞાનિકો માટે પણ આ અભ્યાસનો ષય છે. ત્યારે વર્ષની આ છેલ્લી ખગોળિય ઘટનાને નિહાળવા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૂર્યગ્રહણના સમયે સવારે 8-08 કલાકથી 10-38 સુધી મંદિર ચાલુ રાખી મંદિરમાં ખાસ પૂજા વિધિ કરવામાં આવી હતી. આ સમયે પણ ભક્તો માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આમ સમગ્ર વિશ્વમાંમાં ગ્રહણ સમયે ખુલ્લું રહેતું એક માત્ર યાત્રાધામ શામળાજી મંદિરમાં ભક્તો ભગવાન શામળિયાના દર્શનનો લાભ લઈ ધન્યનતા અનુભવી હતી.

ગુરુવારે 45 વર્ષ પછી કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. માગશરી અમાષે સૂર્યગ્રહણનો અનોખો સંયોગ પેદા થયો હતો. આજે માગશરી અમાશના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે. આજે સવારથી જ ‘જય શામળિયા’ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. સૂર્યગ્રહણ વખતે વિશ્વનું એક માત્ર શામળાજી મંદિર ખુલ્લુ રહેતા મોટી સંખ્યામાં વહેલી સવારથી દર્શનાર્થીઓની લાંબી કતારો જામી હતી અને ભગવાન શામળિયાની સૂર્યગ્રહણના દિવસે વિશેષ ભક્તિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code