ધાર્મિક@ગુજરાત: આજે પવિત્ર ગુરુપૂર્ણિમાના દિવસે મંદિરો અને આશ્રમોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત રાજ્યમાં પવિત્ર ગુરુ પૂર્ણિમા પર્વની અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ રાજ્યના તમામ નાના-મોટા ધાર્મિક સ્થાનો, આશ્રમો અને મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તો પોતાના ઈષ્ટદેવ અને આધ્યાત્મિક ગુરુઓના ચરણોમાં સીસ નમાવીને આશીર્વાદ મેળવી રહ્યા છે. આ પવિત્ર દિવસે રાજ્યના વિવિધ પ્રખ્યાત યાત્રાધામો જેવા કે શામળાજી, બગદાણા, અમદાવાદ જગન્નાથ મંદિર, અને ખેડબ્રહ્મા અંબિકા મંદિરમાં ભક્તિનો અદ્ભુત મહાસાગર છલકાયો છે.
અરવલ્લી જિલ્લામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અદ્ભુત ધાર્મિક વાતાવરણ સર્જાયું છે. ભગવાન શામળિયાને જગતના ગુરુ તરીકે પૂજવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ‘જય શામળિયા’ ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
ગુરુ પૂર્ણિમાના આ વિશેષ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ યાત્રાધામ શામળાજી પહોંચી ભગવાન શામળિયાના ચરણોમાં શિશ નમાવશે અને રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કરશે.સાબરકાંઠા લ્લાના પ્રખ્યાત ધાર્મિક સ્થળ ખેડબ્રહ્મા ખાતે આવેલા અંબાજી મંદિર પણ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ‘નાના અંબાજી’ તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ એવા ખેડબ્રહ્મા અંબિકા મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
ગુરુ પૂર્ણિમાની સૌથી ભવ્ય અને વિશાળ ઉજવણી ભાવનગર જિલ્લાના બગદાણા સ્થિત ગુરુ આશ્રમ ખાતે જોવા મળી રહી છે. પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના આ પવિત્ર આશ્રમમાં ભક્તોનું અવિરત ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સમગ્ર બગદાણા પંથક ‘જય બાપા સીતારામ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો છે.વહેલી સવારથી જ ગુરુ આશ્રમ બગદાણા તે પૂજન અને દર્શન માટે ભક્તોની 2 થી 3 લોમીટર લાંબી લાઈનો લાગી છે. ગુરુ આશ્રમમાં ગુરુ પૂજન, ધ્વજા રોહણ, અને મહા પ્રસાદ હિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. બાપા સીતારામના ચરણોમાં શીશ નમાવીને શ્રદ્ધાળુઓ કૃતાર્થતા અનુભવી રહ્યા છે.બગદાણા આશ્રમ ખાતે આવતા લાખો ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે આશ્રમ ટ્રસ્ટ દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સેવા આપવા માટે 7,000 કરતા પણ વધુ ઉત્સાહી સ્વયંસેવકોની ટીમ દિવસ-રાત ખડેપગે સેવા આપી રહી છે. પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, લાઇન વ્યવસ્થા અને ભોજન શાળામાં સ્વયંસેવકો સુચારૂ સંચાલન કરી રહ્યા છે. ક્તો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં 5,000 કિલોગ્રામ શુદ્ધ ઘીના લાડુ, 7,000 કિલોગ્રામ તીખા-મોળા ગાંઠિયા, 10,000 કિલોગ્રામ શાકભાજીનો ભોજન પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.

