આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના ચાંગા ગામના ચંદ્રમૌલેશ્વર મહાદેવ શિવ મંદિરે 14/09/2019 થી 28/09/2019 સુધી રામાયણના દિવ્યપાત્રોની કથા વાંચનનું આયોજન કરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે, સમગ્ર આયોજન ચાંગા પ્રાથમિક શાળાના નિવ્રુત્ત આચાર્ય સ્વામી સવગરભાઈ જેરામગરભાઈ પરિવાર દ્વારા કરવામાં આવ્યુ છે. આ સાથે શિવ મંદીરે ગ્રામ ગ્રંથાલયનું ઓપનિંગ પણ કરવામાં આવ્યુ હતુ.

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા નજીકના ચાંગા ગામમાં નિવ્રુત્ત આચાર્ય દ્વારા રામાયણના દિવ્યપાત્રોની કથા વાંચનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઇ રહ્યા છે. વિક્રમ સવંત 2075ના વર્ષના શ્રાધ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં ભારતીય સંસ્ક્રુતિનો આધાર સ્તંભ અને કુટુંબ સંસ્થા તેમજ સામાજિક વ્યવસ્થાને મજબૂત બનાવીને ટકાવી રાખનાર પવિત્ર ગ્રંથ રામાયણના દિવ્ય પાત્રોની કથાનું વાંચન કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

કાંકરેજના ચાંગા ગામમાં શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ શિવ મંદિરે 14/09/2019 થી 28/09/2019 બપોરે 12:30 થી 02:00 કલાક સુધી આયોજન કરાયુ છે. આ સાથે શિવ મંદિરે ગ્રામ ગ્રંથાલયનું ઓપનિંગ પ.પૂ.બ્રહ્મચારી નિજાનંદ સ્વામી, ગોતરકાં આશ્રમના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે શાળાની બાલિકાઓએ સ્વાગતગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ. તો ભુવાજી ચેહરાભાઈ દેસાઈ અને કંડક્ટર ગમનભાઈ સી.દેસાઈએ કંકુ તિલક કરી ફૂલહાર પહેરાવી સ્વામી નિજાનંદ બાપુનું સ્વાગત કર્યુ હતુ.

આ પ્રસંગે હિંમતસિંહ વાઘેલા ફૉરણા, ધનગીરી બાપુ, જલાભાઈ લોઢા, હરગોવિંદભાઈ પી.જોષી (એચ.પી.), ચેહરાભાઈ દેસાઈ ભુવાજી, મૂળજીભાઈ જોષી ચાંગા, સરદારગીરી ગૌસ્વામી, પેથાભાઈ પટેલ ભગત, વાલાભાઈ ભગત, રાયમલભાઈ પટેલ ગૌભક્ત ચાંગા, શાંતીપૂરી શંભુપૂરી ગૌસ્વામી થરા, અતુલભાઈ આર.વેદિયા-થરા,યોગેશભાઈ જોષી શિરવાડા, નટુભાઈ કે.પ્રજાપતિ થરા વગેરે હાજર રહ્યા હતા.

30 Sep 2020, 10:19 AM (GMT)

COVID-19 Global Stats

34,088,555 Total Cases
1,016,680 Death Cases
25,332,794 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code