આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના અંબાજી મંદિરે શરૂ થતાં મેળામાં પદયાત્રીકોનું કીડીયારુ ઉભરાઈ આવ્યું છે. અરવલ્લીની ગીરીમાળાઓ જય અંબેના નાદથી ગુંજી રહી છે. અરવલ્લીની ગીરીમાળામાં સામીયાણા અને ઠેર-ઠેર કેમ્પો બંધાયા છે. સેવાભાવી મિત્રોએ જમવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

દવાઓ મોબાઇલ ચાર્જીંગ સેવાઓને નાસ્તો પણ અપાય છે જ્યારે પદયાત્રી માંની ધજા લઇ જય અંબેનાં નારા સાથે આગળ વધી રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આવેલી અંબાજી મંદિરે કીડીયારુ ઉભરાયું છે. વિશાળ જનમેદની આવકારો આપવા તેમજ કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર અને ટ્રસ્ટીઓ ખડેપગે તૈયાર છે.

માતાજી મંદિર મેનેજર ઘનશ્યામસિંહ રહેવર પણ સતત કાર્યરત હોવાનું શ્રધ્ધાળુંઓ જણાવી રહ્યા છે. ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિરથી દર્શન કરી પદયાત્રીકો યાત્રાધામ અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code