આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે અને આ દિવસે દેવતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની એ દેવી દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ છે. સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે દેવીના કાત્યાયની સ્વરૂપ ભગવાનના પ્રાકૃતિક ક્રોધથી ઉદ્ભવ્યુ હતુ અને દેવી પાર્વતીએ આપેલા સિંહ પર બેસીને મહિષાસૂરનો વધ કર્યો હતો.માર્કંડેય પુરાણમાં દેવી કાત્યાયનીનુ સ્વરૂપ અને પ્રાગટ્ય કથાનું વર્ણન છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

– દેવી કાત્યાયનીની ઉપાસનાથી શક્તિ મળે છે અને તેમની કૃપાથી શત્રુઓ ઉપર પણ વિજય મેળવી શકાય છે.
– મા કાત્યાયનીની ઉપાસનામાં મધનો ઉપયોગ થવો જોઈએ કારણ કે માતાને મધ ખૂબ પસંદ છે.
– મધમાંથી બનાવેલ પાન પણ માતાને પ્રિય છે, તેથી પૂજામાં પણ તે અર્પણ કરી શકાય છે.
– દેવીને મધનો ભોગ લગાવવાથી આકર્ષણ શક્તિ અને પ્રસિદ્ધિ વધે છે.
– દેવી કાત્યાયનીની પૂજા કરવાથી ચહેરાની ચમક વધે છે.
– તેમની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ પણ વધે છે.
– કાત્યાયની દેવીની ઉપાસનાથી અવિવાહિત લોકોના લગ્નના યોગ જલ્દી વધે છે અને છોકરીઓને યોગ્ય વર મળે છે.

પૂજા વિધિ

-વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને લાલ વસ્ત્ર પહેરો.

– પૂજા સ્થળ પર દેવી કાત્યાયનીની તસવીર સ્થાપિત કરો અને તેમનો સંપૂર્ણ શ્રૃંગાર કરો.

– દેવીને લાલ રંગ પસંદ છે, તેથી તેમને લાલ રંગની સામગ્રીથી શણગારવા જોઈએ.

– આ પછી, ઘીનો દીવો પ્રગટાવો, ધૂપ કરો અને તમામ પ્રકારના ફળો અને ડ્રાયફ્રૂટનો અર્પણ કરો.

– તમારા હાથમાં ફૂલોની માળા લો અને કાત્યાયની માતાનું ધ્યાન કરો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code