ધાર્મિકઃ મહાશિવરાત્રીએ શિવજીને 1 લોટો જળ ચઢાવવાથી તમામ મનોકાનાઓ થશે પૂર્ણ

અટલ સમાચાર, ડેસ્ક હિન્દૂ ધર્મમાં મહાશિવરાત્રીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. પંચાગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ 21 ફેબ્રુઆરીના દિવસે આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે એક વિશેષ યોગ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વિશેષ સંયોગ લગભગ 59 વર્ષ પછી બને છે. જે સાધના-સિદ્ધિ માટે ખાસ મહત્વ ધરાવે
 
ધાર્મિકઃ મહાશિવરાત્રીએ શિવજીને 1 લોટો જળ ચઢાવવાથી તમામ મનોકાનાઓ થશે પૂર્ણ

અટલ સમાચાર, ડેસ્ક

હિન્દૂ ધર્મમાં મહાશિવરાત્રીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. પંચાગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ 21 ફેબ્રુઆરીના દિવસે આવે છે. આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે એક વિશેષ યોગ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વિશેષ સંયોગ લગભગ 59 વર્ષ પછી બને છે. જે સાધના-સિદ્ધિ માટે ખાસ મહત્વ ધરાવે છે. માન્યતા છે કે આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન સંપન્ન થયા હતા.

ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ ઉપર એક લોટો જળ ચઢાવવાથી ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર પ્રશન્ન થઈને તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર જલદી પ્રસંન્ન થાય છે. એટલા જ જલદી રિશાઈ પણ જાય છે. સાત વસ્તુઓ જે ભૂલથી પણ ભગવાન શિવની પૂજા દરમિયાન ન કરવી જોઈએ.

1- શંખ જળઃ ભગવાન શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. શંખને એ અસુરનો પ્રતિક માનવામાં આવે છે. જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એટલા માટે ભગવાની શિવની પૂજા દરમિયાન શંખથી જળ ન ચઢાવવું
2- પુષ્પઃ- ભગવાન શિવજીની પૂજામાં કેસર, દુપહરિકા, માલતી, ચમ્પા, ચમેલી, કુન્દ, જૂહી વગેર પુષ્પો ન ચઢાવવા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

3- કરતાલઃ- ભગવાન શિવની પૂજા દરમિયાન કરતા ન વગાડો
4- તુલસી પત્તાઃ જલંધર નામના અસુરની પત્ની વૃંદાના અંસથી તુલસીનો જન્મ થયો છે. જેને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો છે. એટલા માટે તુલસીથી શિવની પૂજા થતી નથી.
5- તલઃ આ ભગવાન વિષ્ણુના મેલમાંથી ઉત્પન થયા હોવાનું માનવામાં આવે છે. એટલા માટે ભગવાન શિવને અર્પણ કરવામાં આવતા નથી.
6- ટૂટેલા ચોખાઃ- ભગવાન શિવને અક્ષત એટલે કે આખા ચોખા અર્પણ કરવામાં આવે છે. આ અંગે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે. ટૂટેા ચોખા અર્પણ અને અશુદ્ધ હોય છે.
7- કુમકુમઃ- આ સૌભાગ્યનું પ્રતિક છે. જ્યારે ભગવાન શિવ વૈરાગી છે એટલે શિવજીને કુમકુમ ચઢતું નથી.