ધાર્મિક@મહેસાણા: દેદિયાસણથી રાજલધામ પગપાળા સંઘમાં લોકો જોડાશે

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) બેચરાજી તાલુકાના વિજાપુરડા ગામે આવેલ રાજલ સિકોતર શક્તિપીઠ ખાતે વર્ષે-દહાડે હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે. દર વર્ષે દેદિયાસણ(મહેસાણા)થી રાજલધામ(વિજાપુરડા) માં રાજલના ભક્તો રથ લઇ પગપાળા જાય છે. આ વર્ષે પણ 29-12-2019ના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો રથ લઇ ડીજેના તાલે માં રાજલના સાંનિધ્યમાં પગપાળા વિજાપુરડા જવાના છે. અટલ સમાચાર આપના
 
ધાર્મિક@મહેસાણા: દેદિયાસણથી રાજલધામ પગપાળા સંઘમાં લોકો જોડાશે

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

બેચરાજી તાલુકાના વિજાપુરડા ગામે આવેલ રાજલ સિકોતર શક્તિપીઠ ખાતે વર્ષે-દહાડે હજારો લોકો દર્શનાર્થે આવતા હોય છે. દર વર્ષે દેદિયાસણ(મહેસાણા)થી રાજલધામ(વિજાપુરડા) માં રાજલના ભક્તો રથ લઇ પગપાળા જાય છે. આ વર્ષે પણ 29-12-2019ના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો રથ લઇ ડીજેના તાલે માં રાજલના સાંનિધ્યમાં પગપાળા વિજાપુરડા જવાના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના વિજાપુરડા ગામે રાજ રાજેશ્વરી રાજલ સિકોતર માં બિરાજમાન છે. માતાજીના ભક્ત પ્રવિણમાડી અને નયનાબા દ્રારા દર વર્ષે ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. દર વર્ષે માં રાજલનો પાટોત્સવ યોજાય છે જેમાં દુર-દુરથી ભક્તો આવે છે. છેલ્લા 17 વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા નજીક દેદિયાસણ મુકામેથી ભવ્ય પગપાળ યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે.

ધાર્મિક@મહેસાણા: દેદિયાસણથી રાજલધામ પગપાળા સંઘમાં લોકો જોડાશે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દેદિયાસણથી તા-29-12-2019 ને સવારે 8.17 કલાકે પ્રસ્થાન કરીને રાજલ સિકોતર ધામ વિજાપુરડા સુધી જશે. જેનું સંચાલન પ્રવીણ જય માડી તથા નયનાબા દ્રારા કરવામાં આવશે. માતાજીના પરમ ધામ વિજાપુરડા ખાતે તેમના દર્શન કરવામાં આવશે. માતાજીના પરમ ધામ વિજાપુરડા ખાતે તેમના દર્શન કરી ધન્યતા અનુભવશે. બાવન ગજની ધજા તથા ડી.જે. વરઘોડા સાથે સંઘનું પ્રસ્થાન થશે.