ધાર્મિક@મહેસાણા: પાલોદરમાં ચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્યોત્સવ દિવસ ઉજવાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા નજીક આવેલા પાલોદર ગામમાં આજે ફાગણ વદને શુક્રવારે પાંચમના દિવસે શ્રી ચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્યોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાલોદર ગામ ચોસઠ જોગણી માતાજીનુ મૂળ સ્થાનક છે, જેથી સમગ્ર ગુજરાતમાંથી યાત્રાળુઓ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે વિશેષ દર્શન માટે અહીં પહોંચ્યાં હતા. જેમાં માતાજીની પ્રાગટ્ય ઉત્સવના દિવસે વિશેષ આંગી
 
ધાર્મિક@મહેસાણા: પાલોદરમાં ચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્યોત્સવ દિવસ ઉજવાયો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા નજીક આવેલા પાલોદર ગામમાં આજે ફાગણ વદને શુક્રવારે પાંચમના દિવસે શ્રી ચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્યોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાલોદર ગામ ચોસઠ જોગણી માતાજીનુ મૂળ સ્થાનક છે, જેથી સમગ્ર ગુજરાતમાંથી યાત્રાળુઓ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે વિશેષ દર્શન માટે અહીં પહોંચ્યાં હતા. જેમાં માતાજીની પ્રાગટ્ય ઉત્સવના દિવસે વિશેષ આંગી કરવામાં આવી હતી તેમજ વિશિષ્ટ શણગાર પણ કરાયો હતો. પંચધાતુના રથમાં માતાજીની રથયાત્રા બાદ આંગી ચઢાવવામાં આવી હતી. ત્યારે ચોસઠ જોગણી માતાજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાના પાલોદર ગામે એટલે માં ચોસઠ જોગણીનું ધામ. પાલોદર ધામ ખાતે આજે માતાજીના પ્રાગટ્યદિવસની ઉજવણી કરી આંગી કરવામાં આવી હતી. આગામી 8 એપ્રિલ અને 9 એપ્રિલના રોજ જોગણી માતાજીનો લોકમેળો એટલે કે જાતર યોજાનાર છે. આ બે દિવસીય લોકમેળામાં પ્રથમ દિવસ 8 એપ્રિલે શુક્રવારે યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ખેડૂત જીવનને સ્પર્શતા શુકન જોવામાં આવે છે. જેના આધારે સમગ્ર વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે તેનો વરતારો નીકળતો હોય છે. તેમજ બીજા દિવસે 9 એપ્રિલને શનિવારે કાળકા માતાજીની સળગતી સગડીઓ નીકળશે અને જ્યોત પરથી માનવ જીવન કેવું રહેશે તેમજ રાજકીય માહોલ કેવો રહેશે તેનો વરતારો કાઢવામાં આવે છે.

ધાર્મિક@મહેસાણા: પાલોદરમાં ચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્યોત્સવ દિવસ ઉજવાયો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વર્ષોથી ચાલતી આવતાં પરંપરા મુજબ આજે ચોસઠ જોગણી માતાજીની આંગી નીકાળવામાં આવી હતી. વર્ષોથી પાલોદરના લોકમેળામાં બંને દિવસે દૂર-દૂરથી લાખો માઇભક્તો માઁ જોગણીના દર્શનાર્થે ઉમટી પડે છે. ખેડૂત સુકન અને વર્તારો સાચો પડતો હોવાથી હજારો માઈભક્તો માટે પાલોદર ચોસઠ જોગણી ધામ લાખો શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. મેળામાં કોરોનાના કારણે માતાજીની ધાર્મિકવિધી થશે. બાધા-આખડી પુરી કરવા આવનારા યાત્રિકો માટે ગામમાં નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા હોવાથી બંને દિવસ પ્રસાદીનો લાભ લે છે. જોગણી માતાજીને આ બંને દિવસ પાલોદર, ફતેપુરા, સોનેરીપુરા સહિત ગામના તમામ પરામાં ઘઉંમાંથી બનાવેલી સેવોનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે.

ધાર્મિક@મહેસાણા: પાલોદરમાં ચોસઠ જોગણી માતાજીનો પ્રાગટ્યોત્સવ દિવસ ઉજવાયો