ધાર્મિકઃ આવતીકાલથી આદ્યશક્તિનું પાવન પર્વ નવરાત્રિ શરૂ, આ વાતનું ખાસ ધ્યાન રાખવું

અટલ સમાચાર, ડેસ્ક આતુરતાથી જેની રાહ જોવાતી હતી તે શારદિય નવરાત્રિનો આરંભ થવા જઇ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. કળશ સ્થાપનની સાથે નવરાત્રિમાં તમામ શુભ કાર્ય શરૂ થઈ જાય છે. નવરાત્રિએ દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દરમિયાન દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા
 
ધાર્મિકઃ આવતીકાલથી આદ્યશક્તિનું પાવન પર્વ નવરાત્રિ શરૂ, આ વાતનું ખાસ ધ્યાન રાખવું

અટલ સમાચાર, ડેસ્ક

આતુરતાથી જેની રાહ જોવાતી હતી તે શારદિય નવરાત્રિનો આરંભ થવા જઇ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. કળશ સ્થાપનની સાથે નવરાત્રિમાં તમામ શુભ કાર્ય શરૂ થઈ જાય છે. નવરાત્રિએ દેવી દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દરમિયાન દેવીના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાના ખાસ નિયમો છે. નવરાત્રિના તહેવારમાં દેવીમાંની સાધનાનું વિશેષ પર્વ છે. નવરાત્રિના નવ દિવસ વ્રત તહેવારનું વિશેષ મહત્વ છે. જો નવ દિવસ કોઇ કારણથી ઉપવાસ ન કરી શકાય તો માંની વિશેષ પૂજા અર્ચના કરીને દુર્ગા માતાને પૂજી શકાય છે. પહેલા અને આઠમા દિવસે વ્રત કરશો તો પણ માતારાનીની કૃપા પ્રાપ્ત થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આસો માસમાં પ્રતિપદા તિથિથી લઇને નવમી તિથિ સુધી નવ દિવસ સતત માંની જ્યોત જ્વલિત રાખવી જોઇએ. નવરાત્રિએ સ્વચ્છતાની ખાસ કાળજી રાખવી જોઇએ. અશ્વિન મહિનાની પ્રતિપદા તીથિએથી નવમી તીથિ સુધી નવ દિવસ સુધી સતત દીપ પ્રગટાવવો જોઇએ. નવરાત્રિ નિમિત્તે ખાસ કરીને માતા દુર્ગા, મા લક્ષ્મી અને મા સરસ્વતી માની સ્થાપના કરવી જોઇએ. પૂજા સ્થળે ફૂલોથી શણગાર કરી સ્વચ્છતા જાળવવી જોઈએ. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની ઉપાસનામાં તુલસી દલ અથવા દુર્વા ભૂલથી પણ ન ચડાવશો. નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની પૂજામાં લવિંગ અને બીટ અર્પણ કરવા જોઈએ.

નવરાત્રિ પર દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઇએ. નવ દિવસ સુધી દેવી દુર્ગાના ‘ॐ હ્રી ક્લીન ચામુંડાય વિચ્ચૈય નમ:’ મંત્રનો જાપ કરો. નવરાત્રિ પર દેવીની મુદ્રા, ફૂલો, કપડાં અને તિલક બધા લાલ હોવા જોઈએ. નવરાત્રિના પહેલા દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવામાં આવે છે અને પૂજા-અર્ચના કરવામાં આવે છે. દરરોજ તમારે તમારી પ્રિય માતાને આદર ભાવથી પૂજા અર્ચના કરવી જોઇએ.