ધાર્મિક સ્થળોને મેટલ ડીટેક્ટર અને સીસીટીવી કેમેરાથી એલર્ડ કરવાનો આદેશ અપાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ સત્તાની રૂએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે જિલ્લામાં આવેલ મોટા ધાર્મિક સ્થળો, જૈન મંદિર, દરગાહ, ગુરૂદ્વારા, સ્વામીનારાયણ મંદિર, ધાર્મિક સ્થળોના માલિકો, ટ્રસ્ટ્રીઓ, વહીવટકર્તાઓએ પ્રવેશદ્વાર ઉપર પુરતા પ્રમાણમાં તાલીમ પામેલા માણસોને સીક્યુરીટી માટે મેટલ ડીટેકટર સાથે ફરજ ઉપર નિયુક્તિ કરવા તેમજ પ્રવેશદ્રાર પર નાઇટ
 
ધાર્મિક સ્થળોને મેટલ ડીટેક્ટર અને સીસીટીવી કેમેરાથી એલર્ડ કરવાનો આદેશ અપાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ સત્તાની રૂએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે જિલ્લામાં આવેલ મોટા ધાર્મિક સ્થળો, જૈન મંદિર, દરગાહ, ગુરૂદ્વારા, સ્વામીનારાયણ મંદિર, ધાર્મિક સ્થળોના માલિકો, ટ્રસ્ટ્રીઓ, વહીવટકર્તાઓએ પ્રવેશદ્વાર ઉપર પુરતા પ્રમાણમાં તાલીમ પામેલા માણસોને સીક્યુરીટી માટે મેટલ ડીટેકટર સાથે ફરજ ઉપર નિયુક્તિ કરવા તેમજ પ્રવેશદ્રાર પર નાઇટ વીઝન સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત સંસ્થાઓના બહાર નીકળવાના માર્ગ ઉપર, રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યા તેમજ જાહેર પ્રજાનો જ્યાં પ્રવેશ હોય તેવી તમામ જગ્યાઓ ઉપર સીસીટીવી નાઇટવીઝન કેમેરા વિથ રેકોર્ડીંગની વ્યવસ્થા કરવાનો આદેશ કરાયો છે.

કેમેરાનું રેકોર્ડિંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સાચવી રાખવા અને કેમેરા સતત ૨૪ કલાક ચાલું રાખવાનો આદેશ પણ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરાયો છે. આ ઉપરાંત વધુમાં સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ધાર્મિક સંસ્થાઓની યાદી તૈયાર કરી તેના અમલ માટે સમજ આપવાની રહેશે. સીસીટીવી કેમેરાની ગોઠવણી કરતી વખતે સલામતીની તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ જાહેરનામું ૦૨ મે ૨૦૧૯ સુધી અમલ રહેશે જેનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાની અખબારી યાદીમા જણાવાયું છે.