ધાર્મિક@રાજકોટ: ભક્તો પત્ર લખીને ગણપતિ ભગવાનને રજૂ કરે છે પોતાની ઇચ્છા, આસ્થાનું મોટું કેન્દ્ર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક એકદંતા શ્રીગણેશ એટલે તો સદૈવ ભક્તોના હૃદયમાં વસનારા દેવ. આ મંગલમૂર્તિનું રૂપ જ કંઈક એવું છે કે તેમના દર્શન માત્ર ભક્તોના મનને પ્રસન્નચિત્ત કરી દે છે અને એ જ કારણ છે કે, ભક્તો ગજાનનના દિવ્ય રૂપનું દર્શન કરવા વિવિધ સ્થાનકોનું શરણું લેતા રહે છે. રાજકોટના ઉપલેટાથી લગભગ 22 કિ.મી.ના અંતરે
 
ધાર્મિક@રાજકોટ: ભક્તો પત્ર લખીને ગણપતિ ભગવાનને રજૂ કરે છે પોતાની ઇચ્છા, આસ્થાનું મોટું કેન્દ્ર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એકદંતા શ્રીગણેશ એટલે તો સદૈવ ભક્તોના હૃદયમાં વસનારા દેવ. આ મંગલમૂર્તિનું રૂપ જ કંઈક એવું છે કે તેમના દર્શન માત્ર ભક્તોના મનને પ્રસન્નચિત્ત કરી દે છે અને એ જ કારણ છે કે, ભક્તો ગજાનનના દિવ્ય રૂપનું દર્શન કરવા વિવિધ સ્થાનકોનું શરણું લેતા રહે છે. રાજકોટના ઉપલેટાથી લગભગ 22 કિ.મી.ના અંતરે આવેલા ગામમાં વિદ્યમાન શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં મંદિરમાં સિંહ પર આરૂઢ ગજાનનના શ્રદ્ધાળુઓને દર્શન થઈ રહ્યા છે. વિઘ્નહર્તાનું આ દિવ્ય રૂપ ભક્તોની સર્વ મનશાઓને સિદ્ધ કરનારું મનાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટના ઉપલેટાથી લગભગ 22 કિ.મી.ના અંતરે ઢાંક નામે ગામમાં આવેલા મંદીરની વિશેષતા એ છે કે અહીં તમને મંદિરમાં જોવા મળશે ઢગલાબંધ પત્રો, એટલે કે ટપાલો. અહીં મંદિરમાં તમને જોવા મળશે ટપાલ લખતાં ભક્તો અને સાથે જ જોવા મળશે પૂજારીના હાથમાં ‘ટપાલ’નો થપ્પો. આ જોઈને પ્રશ્ન થવો સ્વભાવિક છે, કે એક મંદિરમાં શું કરી રહ્યા છે આટલાં બધાં પત્રો ? ઢાંકમાં આવેલું વિઘ્નહર્તાનું આ સ્થાનક એ સૌરાષ્ટ્રના પ્રાચીન ગણેશ મંદિરોમાંથી એક છે. અહીં શ્રી ગણેશનું સ્વયંભૂ જ પ્રાગટ્ય થયું હોવાની લોકવાયકા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ સ્થાનક પ્રસિદ્ધ છે તેની સાથે જોડાયેલા આ પત્રોને લીધે. આ પત્રો દ્વારા ભક્તો તેમની મનશા અભિવ્યક્ત કરે છે અને માન્યતા તો એવી પણ છે કે વક્રતુંડ આ એકે એકે પત્રનો જવાબ પણ આપે છે ! એ પણ, ભક્તોની મનોકામના પૂર્ણ કરીને. વાસ્તવમાં ભક્તો પત્રના માધ્યમથી તેમના સંતાપો કે ઈચ્છાઓ લખીને વિઘ્નહર્તાને ટપાલના માધ્યમથી મોકલે છે. મંદિરના પૂજારી એકાંતમાં દરેક પત્ર ગજાનનને વાંચી સંભળાવે છે. આ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. માન્યતા એવી છે કે, આ પત્ર સાંભળી એકદંતા ભક્તની મનોકામનાને પૂર્ણ પણ કરે છે. મંદિરોમાં ટપાલોના આવવાનો અને પૂજારી દ્વારા તેના એકાંતમાં વંચાવાનો આ સીલસીલો આ સ્થાનકમાં લગભગ ત્રણ દાયકાથી ચાલી રહ્યો છે.