આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચામ, શામળાજી

રાજ્યભરમાં આજે હોળીની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શામળાજી અને ડાકોરમાં ભક્તો મોટી સંખ્યામાં રાજા રણછોડનાં દર્શન કરવા પહોંચ્યાં છે. જોકે, આ વખતે કોરોના વાયરસની ભીતીને પગલે ગત વર્ષની સરખામણીમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળી રહી છે. ત્યારે આજે સવારથી જ શામળાજીમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.

સવારથી શામળાયાનાં દર્શન કરવા આવેલા ભક્તો પર અબીલ, ગુલાલ અને પાણીની છોડો ઉડાવવામાં આવી રહી છે. આ વખતે મહત્વનું છે કે, મંદિરમાં અબીલ ગુલાલની સાથે હળદર પણ ઉડાવવામાં આવી રહી છે. આ પાછળ મંદિર પ્રસાશન માની રહ્યાં છે કે, હળદર એન્ટિબેક્ટેરિયલ છે. તો તેનાથી કોઇપણ પ્રકારનો વાયરસ દૂર રહે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી છે. ભક્તો આજ સવારથી શામળિયાની એક ઝલક લેવા માટે લાંબી લાઇનોમાં ઉભા છે. ભક્તો મંદિરમાંથી ઉડી રહેલી રંગો અને પાણીની છોડોને પોતાની પર પળે તે માટે ઉત્સુક છે. ભક્તો શામળિયાનાં દર્શન કરીને આનંદ અનુભવી રહ્યાં છે.

હોળીનાં પાવન પર્વે શામળાજીના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામા હરણાવ, ધામણી, અને સાબરમતીના ત્રિવેણી સંગમ આવેલુ છે 700 વર્ષ જૂનું શામળાજીનું સ્થાનક આવેલું છે. અહીં શ્રીહરિનો અવતાર એવા શામળિયા ભગવાનની 6 ફુટ ઊંચી પ્રતિમા આવેલી છે. ચારે તરફ ભવ્ય પર્વતોથી ઘેરાયેલા આ સ્થાનકમાં કુદરતની સુંદરતા માણવાની સાથે હરણાવ, ધામણી, અને સાબરમતીના ત્રિવેણી સંગમ પર શ્રીહરિના અનન્ય દર્શન થાય છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code