ધાર્મિક@સોમનાથ: મંદિરે દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, ટ્રસ્ટે લીધો આ મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મહામારી વચ્ચે 12 જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવતું સોમનાથ મંદિર રાત્રે 10 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા જનતાએ ઘણી બધી છૂટછાટ પણ આપવામાં આવી છે ત્યારે હવે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
 
ધાર્મિક@સોમનાથ: મંદિરે દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, ટ્રસ્ટે લીધો આ મોટો નિર્ણય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહામારી વચ્ચે 12 જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવતું સોમનાથ મંદિર રાત્રે 10 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ રાખવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા જનતાએ ઘણી બધી છૂટછાટ પણ આપવામાં આવી છે ત્યારે હવે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોમનાથ મહાદેવ મંદિર હવેથી વહેલી સવારે 6થી રાત્રે 10 સુધી ખુલ્લુ રહેશે. જો કે, મંદિરના સમયમાં ફેરફારની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ કોરોનાની ગાઈડલાઈનનું પણ ભક્તોએ ખાસ પાલન કરવું પડશે. તો મંદિરમાં પ્રવેશતા પહેલા માસ્ક પણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે અને સામાજીક અંતર જળવાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે.

મંદિર દ્વારા લેવાયેલ નિર્ણય પ્રમાણે, ભક્તોને આરતી દર્શન માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે તો મંદિરની આરતીમાં ભક્તો ઉભા રહી શકશે નહીં. ટ્રસ્ટ દ્વારા લેવાયેલ નિર્ણય અહલ્યા મંદિર, ભાલકા મંદિર, શ્રીરામ મંદિર,ગીતા મંદિર, ભીડીયા, લક્ષ્‍મી નારાયણ મંદિર માટે પણ લાગૂ થશે.