ધાર્મિક@સુઇગામ: ગોપેશ્વર મહાદેવના લોકમેળામાં હજારો ભક્તોની ભીડ ઉમટી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સરહદી સુઇગામ તાલુકામાં અનેક ઐતિહાસિક પ્રાચિન દેવસ્થાન આવેલ છે. તે પૈકીના સોનેથ ગામથી 3 કિલોમીટર દુર અને સોનેથ ઉપરાંત ઝંડાલા, ગઢા, કોરડા, નવાગામ (રામપુરા), વાવડી, કિલાણા અને ડાભી ગામોના સીમાડાઓ વચ્ચે નિર્જન સ્થળે કુદરતી સૌંદર્યની વચ્ચે પ્રાચિન ગોપેશ્વર મહાદેવનું સ્થાનક (શિવાલય) આવેલુ છે. આ શિવલિંગ સ્વયંભૂ પ્રકટ થયેલું હોવાનું માનવામાં
 
ધાર્મિક@સુઇગામ: ગોપેશ્વર મહાદેવના લોકમેળામાં હજારો ભક્તોની ભીડ ઉમટી

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સરહદી સુઇગામ તાલુકામાં અનેક ઐતિહાસિક પ્રાચિન દેવસ્થાન આવેલ છે. તે પૈકીના સોનેથ ગામથી 3 કિલોમીટર દુર અને સોનેથ ઉપરાંત ઝંડાલા, ગઢા, કોરડા, નવાગામ (રામપુરા), વાવડી, કિલાણા અને ડાભી ગામોના સીમાડાઓ વચ્ચે નિર્જન સ્થળે કુદરતી સૌંદર્યની વચ્ચે પ્રાચિન ગોપેશ્વર મહાદેવનું સ્થાનક (શિવાલય) આવેલુ છે. આ શિવલિંગ સ્વયંભૂ પ્રકટ થયેલું હોવાનું માનવામાં આવે છે.

ધાર્મિક@સુઇગામ: ગોપેશ્વર મહાદેવના લોકમેળામાં હજારો ભક્તોની ભીડ ઉમટી

શ્રાવણ મહિનાના સોમવારે અહીં હોમ, હવન, પુજા-અર્ચના કરવામાં આવે છે. શિવલિંગની બાજુમાં આવેલ પાતાળગંગાના કુંડમાં પિતૃ તર્પણવિધિ પણ કરવામાં આવે છે. વળી 64 ગામોના જાગીરી ધરાવતા આ શિવાલય સ્થળે લોકો દૂધ, દહીંની આથણી પણ ચડાવે છે. આ શિવાલયની બાજુમાં આવેલ કાળભૈરવ દાદાના મંદિરે 52 ગજની ધજા પણ ચઢાવવામાં આવે છે. અહીં શ્રાવણી અમાસના દિવસે પરંપરાગત લોકમેળો પણ ભરાય છે. આ લોકમેળામાં આજુબાજુના તમામ ગામોના તમામ સમાજના લોકો આવે છે.

ધાર્મિક@સુઇગામ: ગોપેશ્વર મહાદેવના લોકમેળામાં હજારો ભક્તોની ભીડ ઉમટી

ગોપેશ્વર મહાદેવ મંદીરે લોકમેળામાં વેપારીઓ પોતાના ધંધા માટે હાટડીયો બનાવે છે. આ મેળામાં મીઠાઈ, ફરસાણ, કટલરી, રમકડા, ઠંડાપીણાંની લારીઓ, ભેળ તેમજ પાણીપુરીની લારીઓ તેમજ મીઠા પાનના ગલ્લાઓ માંડેલ હોય છે. આ મેળામાં નવયુવાનો તેમજ વડીલો દેશીઢોલના તાલે રાહડા રમતા હોય છે. મેળામાં મધુર પાવાના સુર સંભળાય છે.

ધાર્મિક@સુઇગામ: ગોપેશ્વર મહાદેવના લોકમેળામાં હજારો ભક્તોની ભીડ ઉમટી

આ શિવાલય ગોપેશ્વર મહાદેવના મંદિરે જવા પાકા રસ્તાની સુવિધા નથી. વળી નિર્જન જગ્યામાં આવેલ હોવાને કારણે પ્રાચીન હોવા છતાં એટલું બધું આ ધામ વિકસિત થઇ શક્યું નથી. દર વર્ષે અહીં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવે છે.

ધાર્મિક@સુઇગામ: ગોપેશ્વર મહાદેવના લોકમેળામાં હજારો ભક્તોની ભીડ ઉમટી

ગોપેશ્વર મહાદેવની શું છે પૌરાણિક માન્યતા ?

આ ગોપેશ્વર મહાદેવના દર્શન દર શ્રાવણ માસ તેમજ અન્ય દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આ શિવલિંગ ની લોકવાયકા એવી છે કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આ નિર્જન જગ્યા ઉપર રાસલીલા કરવામાં આવતી. આ કૃષ્ણની રાસલીલા જોવા માતા પાર્વતી પણ ગોપીઓનો વેશ ધારણ કરી આવતાં. એક દીવસ શિવજીએ પાર્વતીને પૂછતાં તેમણે કૃષ્ણની રાસલીલામાં જતા હોવાનું જણાવતા ભગવાન શિવજીએ પણ આ રાસ લીલા જોવાની હઠ પકડી. માતા પાર્વતીએ સમજાવ્યા કે માત્ર કૃષ્ણ શિવાય અન્ય કોઈ પુરુષ આ રાસલીલામાં નથી હોતો આપ પણ નહિ આવી શકો. ત્યારે શિવજીએ સાડી પહેરી ગોપીનો વેશ ધારણ કરી માતા પાર્વતી સાથે આ કૃષ્ણ રાસલીલા જોવા આવ્યા હતા. શિવજી પણ સ્ત્રી રૂપે આ રાસલીલામાં આવ્યા છે, એ જાણી કૃષ્ણએ પોતાની યોગશક્તિથી વિશાળ અને આ નિર્જન સ્થળ પર રાસલીલા ચાલુ કરી હતી. રાસલીલા એટલી અદ્ભૂત ચાલી કે સમય, સ્થળનું ભાન જ ના રહ્યુ. ભગવાન શિવજી અચાનક નિંદ્રામાંથી જગ્યા અને પોતાને સ્ત્રી વેશમાં જોઇ શોભ અનુભવવા લાગ્યા અને અહી લિંગ સ્વરૂપે સમાઈ ગયા. સમયાંતરે અહીં વનવાસ દરમિયાન પાંડવોએ આ ગોપેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી હોવાનુ માનવામાં આવે છે.

ધાર્મિક@સુઇગામ: ગોપેશ્વર મહાદેવના લોકમેળામાં હજારો ભક્તોની ભીડ ઉમટી