આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

થરાદ-વાવ હાઇવે પર ગુરૂવારે યાત્રાધામ ઢીમાંના દર્શનાર્થે જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો છે. ટાઇગર ઓફ બી.કે. નામના વોટસએપ ગ્રુપ દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન કરાયુ છે. સેવા કેમ્પને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ડી.ડી.રાજપૂતના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સામાજીક આગેવાનો સહિત સ્વંયસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાં ખાતે ભાદરવી પુનમો મેળો ભરાય છે. દૂર-દૂરથી ભકતો દર્શનાર્થે આવતા હોઇ અનેક સેવાભાવી લોકો સેવાકેમ્પનું આયોજન કરતા હોય છે. ત્યારે વોટસએપ ગ્રુપ ટાઇગર ઓફ બી.કે. દ્વારા એક સેવા કેમ્પનું આયોજન કરાયુ છે. ઢીમાં ધરણીધર મીની અંબાજી ગણાય છે.હજારોનોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પગપાળા યાત્રા કરી દર્શન કરે છે.

swaminarayan
advertise

ટાઇગર ઓફ બી.કે. વોટસએપ ગ્રુપના કેમ્પને વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ડી.ડી. રાજપૂત દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અંબાભાઈ સોલંકી, વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરશીભાઈ રબારી, મોગીલાલ પટેલ, પ્રધાનજી ઠાકોર, ડો. મહેશદાન ગઢવી, સિનિયર એડવોકેટ, કે પી ગઢવી, ડૉ.કનુભાઇ સોલંકી, ભુબતજી ઠાકોર, ભીખાલાલ પટેલ સહિતના અગ્રણીઓ અને ઠાકોર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

25 Sep 2020, 2:09 AM (GMT)

COVID-19 Global Stats

32,483,168 Total Cases
988,901 Death Cases
23,977,927 Recovered Cases

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code