ધાર્મિકઃ પિતૃઓનો મહાપર્વ એટલે ભાદરવા મહિનાની અમાસ, આ દિવસે કરો આ દાન

અટલ સમાચાર, ડેસ્ક ભાદરવા મહિનાની અમાસના દિવસે અનેક પ્રકારના ધાર્મિક કાર્ય એટલે શ્રાદ્ધ, તર્પણ, પૂજા-પઠ અને દાન કરવાની પરંપરા છે. ગ્રંથો પ્રમાણે આ તિથિએ કાલસર્પ અને પિતૃ દોષ નિવારણ માટે પૂજા કરવામાં આવે છે. આ વખતે આ પર્વ 6 ઓક્ટોબર, બુધવારના રોજ છે. પુરીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે હિંદુ કેલેન્ડરની ગણનામાં અમાસ ત્રીસમાં
 
ધાર્મિકઃ પિતૃઓનો મહાપર્વ એટલે ભાદરવા મહિનાની અમાસ, આ દિવસે કરો આ દાન

અટલ સમાચાર, ડેસ્ક

ભાદરવા મહિનાની અમાસના દિવસે અનેક પ્રકારના ધાર્મિક કાર્ય એટલે શ્રાદ્ધ, તર્પણ, પૂજા-પઠ અને દાન કરવાની પરંપરા છે. ગ્રંથો પ્રમાણે આ તિથિએ કાલસર્પ અને પિતૃ દોષ નિવારણ માટે પૂજા કરવામાં આવે છે. આ વખતે આ પર્વ 6 ઓક્ટોબર, બુધવારના રોજ છે. પુરીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે હિંદુ કેલેન્ડરની ગણનામાં અમાસ ત્રીસમાં તિથિ હોય છે. એટલે વદ પક્ષનો છેલ્લો દિવસ અમાસ કહેવાય છે. આ તિથિએ સૂર્ય અને ચંદ્ર વચ્ચેનું અંતર શૂન્ય થઈ જાય છે. એટલે આ 2 ગ્રહોની ખાસ સ્થિતિથી આ તિથિએ પિતૃઓ માટે કરવામાં આવતી પૂજા અને દાનનું ખાસ મહત્ત્વ હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાદરવા મહિનાની અમાસના દિવસે પિતૃઓની ખાસ પૂજા કરવી જોઈએ. આ પર્વમાં પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કરવું જોઈએ. આ બધું શક્ય ન હોય તો આ તિથિએ પિતૃઓની તૃપ્તિ માટે વ્રત રાખવાનો સંકલ્પ લેવો જોઈએ અને આ દિવસે અનાજ તથા જળનું દાન કરવું જોઈએ. ભાદરવા મહિનાની અમાસના દિવસે બ્રાહ્મણોને ભોજન સાથે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. સાથે જ આ દિવસે ખીર અને અન્ય ભોજનની વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે.

ભાદરવા અમાસના દિવસે પિતૃ તૃપ્તિ માટે કર્મ-

ઘરના જ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું
આ પર્વમાં ચોખા બનાવીને પિતૃઓને ધૂપ આપો.
સવારે પીપળાના ઝાડ ઉપર જળ અને કાચું દૂધ ચઢાવો
પિતૃઓની તૃપ્તિ માટે સંકલ્પ લઈને અનાજ અને જળનું દાન કરો
બ્રાહ્મણ ભોજન કરાવો અથવા કોઈ મંદિરમાં 1 વ્યક્તિ જેટલું ભોજન દાન કરો.
બનાવેલાં ભોજનમાંથી સૌથી પહેલાં ગાય અને પછી કૂતરા પછી કાગડા અને તે પછી કીડીઓ માટે ભોજનનો ભાગ અલગ કાઢવો