આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મંગળવાર ગુરૂપુર્ણિમા હોવાથી જીલ્લાના વિવિધ મંદીરોએ લોકો દર્શનાર્થે ઉમટયા હતા. બેચરાજી તાલુકાના વિજાપુરડા ગામે આવેલ અંધશ્રધ્ધા નિવારણ ધામ રાજલ સિકોતર મંદીરે પણ ગુરૂપુર્ણિમાના પવિત્ર દિવસે લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટયા હતા. રાજલ સિકોતર પરિવાર ઘ્વારા દરેક ભાવિક-ભકતો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

વિજાપુરડા રાજલધામ ખાતે મંદીરના મહંત પ્રવિણમાડી અને નયનાબાના સાનિધ્યામમાં ગુરૂપુર્ણિમા મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. મહોત્સવમાં ગુજરાત ભરમાથી સાધુ, સંતો, મહંતો, ભુવાજીઓ અને રાજલ સિકોતર પરીવાર પધાર્યા હતા. વિજાપુરડા ખાતે વર્ષે-દહાડે હજારોની સંખ્યામાં યાત્રાળુંઓ મનમાં અતુટ શ્રધ્ધા સાથે આવતા હોય છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code