આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

આસ્થા અને ધાર્મિક દ્રષ્ટિએ હિંન્દુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના રોજ આ પર્વ ઉજવાય છે. આ દિવસે પુનર્વસુ નક્ષત્રમાં અને કર્ક લગ્નમાં ભગવાન રામનો જન્મ થયો હતો. આ વર્ષે આ તિથિ 2 એપ્રિલના રોજ આવી છે. પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે દેશભરમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે નહીં. પરંતુ ઘરમાં રહી અને આ રીતે રામનવમી તમે ઉજવી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રામજન્મની કથા

પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીરામ અને તેમના ત્રણ ભાઈના જન્મ પાછળ એક કથા છે. રાજા દશરથને પુત્રપ્રાપ્તિ થઈ નહીં તેથી તેમણે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો. આ યજ્ઞના પ્રસાદ તરીકે ઉત્પન્ન થયેલી ખીર તેમણે ત્રણેય રાણીઓને પ્રસાદ તરીકે આપી. રાણીઓએ ખીર આરોગી અને થોડા દિવસો પછી રાજા દશરથને સારા સમાચાર પ્રાપ્ત થયા. ત્યારબાદ ત્રણેય રાણીઓએ ચાર રાજકુમારને જન્મ આપ્યો. જેમાં કૌશલ્યાએ શ્રીરામ, કૈકયીએ ભરત અને સુમિત્રાએ લક્ષ્‍મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો. ત્યારથી આ તિથિને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે.

અગત્ય સંહિતા અનુસાર શ્રીરામનો જન્મ થયો ત્યારે બપોરનો સમય હતો અને પુનર્વસુ નક્ષત્ર, કર્ક લગ્ન અને મેષ રાશિ હતી. શાસ્ત્રોનુસાર ભગવાન રામનો જન્મ થયો ત્યારે સૂર્ય અને 5 ગ્રહોની શુભ દ્રષ્ટિ પણ હતી જેથી ખાસ યોગ સર્જાયો હતો. ગોસ્વામી તુલસીદાસએ મહાકાવ્ય રામચરિતમાનસની રચના પણ આ દિવસે કરી હતી. તેથી અયોધ્યામાં આ દિવસનું ખાસ મહત્વ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code