ધાર્મિકઃ કરવા ચોથ વ્રત કેમ કરવામાં આવે છે? જાણો તેની કથા અને મહત્વ
ધાર્મિકઃ કરવા ચોથ વ્રત કેમ કરવામાં આવે છે? જાણો તેની કથા અને મહત્વ

અટલ સમાચાર, ડેસ્ક

આસો મહિનામાં વદ પક્ષની ચોથને કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ પર્વ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવારમાં માટીના વાસણ એટલે કરવાનું વિશેષ મહત્ત્વ છે. વામન પુરાણ અને અન્ય ગ્રંથોમાં ચંદ્રની પૂજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય છાંદોગ્ય ઉપનિષદમાં પણ ચંદ્રમાં પુરૂષ રૂપી બ્રહ્માની ઉપાસનાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ચોથ તિથિના દેવતા ભગવાન ગણેશ છે. એટલે આ દિવસે ચોથ દેવી સાથે ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે.

કરવા ચોથ એટલે પતિની લાંબી ઉંમર માટે રાખવામાં આવતું વ્રત. છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે ચંદ્રમાં પુરૂષ સ્વરૂપી બ્રહ્માની ઉપાસના કરવાથી બધા પાપ નષ્ટ થઇ જાય છે. આ વ્રતમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી, કાર્તિકેટ, ગણેશ તથા ચંદ્રનું પૂજન કરવું જોઇએ. પૂજા પ છી માટીના કરવામાં ચોખા, અડદની દાળ, સુહાગની સામગ્રી સાસુ કે ઘરની કોઇ વડીલને ભેટ કરીને પગે લાગવું જોઇએ.

અટલ સમાચારપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પૌરાણિક કથા પ્રમાણે એેકવાર દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધમાં દેવતાઓની પરાજય થઇ રહી હતી. બ્રહ્મદેવે આ સંકટથી બચવા માટે બધા જ દેવતાઓની પત્નીઓ એટલે શક્તિઓને વ્રત રાખવાની સલાહ આપી. આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસે બધા દેવતાઓની પત્નીઓએ વ્રત રાખ્યું. વ્રત કરવાથી બધી શક્તિઓ એકઠી થઇ. જેનાથી યુદ્ધમાં દેવતાઓને વિજય પ્રાપ્ત થયો. આ સાંભળીને બધી દેવ પત્નીઓએ પોતાનું વ્રત ખોલ્યું. માન્યતા પ્રમાણે આ દિવસથી કરવા ચોથના વ્રતની પરંપરા શરૂ થઇ.

કરવા ચોથ દરમિયાન ધ્યાનમાં રાખવામાં આવતી ખાસ વાતો-

સરગી-
સરગીથી જ કરવા ચોથના વ્રતની શરૂઆત થાય છે. સાસુ તેની પુત્રવધૂને સરગી આપે છે અને વ્રત પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપે છે. સરગીમાં મીઠાઈ, ફળ વગેરે હોય છે, જે સૂર્યોદય વખતે વ્રત શરૂ કરતાં પહેલાં ખાવામાં આવે છે, જેના દ્વારા વ્રત સરળતાથી પૂર્ણ કરવા માટે આખો દિવસ ઊર્જા મળે છે.

કરવા ચોથનું વ્રત નિર્જળા રાખવામાં આવે છે, તેમાં વ્રત રાખનાર વ્યક્તિએ આખો દિવસ કંઇપણ ખાવાનું અને પીવાનું વર્જિત રહે છે. જળનો ત્યાગ કરવાનો હોય છે. વ્રતી તેના કઠોર વ્રતથી માતા ગૌરી અને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, જેથી તેમને અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ મળે.

કરવા ચોથના વ્રતમાં સવારથી જ શ્રીગણેશ, ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે, જેથી તેમને અખંડ સૌભાગ્ય, યશ તથા કીર્તિ પ્રાપ્ત થઇ શકે. પૂજામાં માતા ગૌરી અને ભગવાન શિવના મંત્રોનો જાપ કરવામાં આવે છે.

કરવા ચોથમાં પૂજા માટે શુદ્ધ પીળી માટીથી શિવ, ગૌરી તથા ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. પછી તેને ચોકી(બાજોટ) પર લાલ વસ્ત્ર પાથરીને સ્થાપિત કરવામાં આવે છે. માતા ગૌરીને સિંદૂર, ચાંદલો, ચુન્ની તથા ભગવાન શિવને ચંદન, ફૂલ, કપડાં વગેરે પહેરાવવામાં આવે છે. શ્રીગણેશજી તેમના ખોળામાં બેસે છે.

દિવસમાં પૂજાની તૈયારી કર્યા બાદ સાંજે મહિલાઓ એક જગ્યાએ એકઠી થાય છે. ત્યાં પંડિતજી અથવા ઉંમરલાયક મહિલાઓ કરવા ચોથની કથા સંભળાવે છે. ત્યાર બાદ ચંદ્રના ઉદય થવા પર તેને અર્ધ્ય આપવું જોઇએ. ત્યાર બાદ પાણી પીને તેમનું વ્રત ખોલે છે.