જ્યોતિષ શાસ્ત્રઃ આ 5 વસ્તુઓ હાથમાંથી પડી જવાથી ખૂબ મોટું અપશુકન થઇ શકે છે, જાણો વધુ

હાથમાંથી વારંવાર તેલ પડવાનો અર્થ છે કે માણસના જીવનમાં કોઇ મોટી સમસ્યા આવનાર છે. એટલું જ નહીં આવા લોકો અનેક પ્રયાસો કરવા છતા દેવામાંથી મુક્તિ મેળવી શકતા નથી.
 
tel

અટલ સમાચાર, ડેસ્ક

ઘણી વખત ઉતાવળમાં કે ધ્યાન ન હોવાથી આપણા હાથમાંથી કોઇને કોઇ વસ્તુઓ પડી જાય છે. જોકે, આપણે તેના પર ખાસ ધ્યાન આપતા નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અમુક વસ્તુઓ હાથમાંથી પડી જવાથી ખૂબ મોટું અપશુકન થઇ શકે છે. તેનાથી વ્યક્તિના ધાર્યા કામો બગડી શકે છે, અસફળતા કે નુકસાન પણ થઇ શકે છે. તો ચાલો જાણીએ આવી 5 વસ્તુઓ વિશે, જે હાથમાંથી જમીન પર પડે છે તો પાયમાલ કરી નાંખે છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 
તેલ - જો તમારા હાથમાંથી તેલ પડી જાય છે તો તે પણ અપશુકન સાબિત થઇ શકે છે. હાથમાંથી વારંવાર તેલ પડવાનો અર્થ છે કે માણસના જીવનમાં કોઇ મોટી સમસ્યા આવનાર છે. એટલું જ નહીં આવા લોકો અનેક પ્રયાસો કરવા છતા દેવામાંથી મુક્તિ મેળવી શકતા નથી.

પૂજાની થાળી - જો પૂજાની થાળી તમારા હાથમાંથી વારંવાર પડી જાય છે, તો તે ખૂબ જ અપશુકનનો સંકેત છે. તેનો અર્થ છેકે ઇશ્વર તમારા ઉપર મહેરબાની કરી રહ્યા નથી. તમને વ્રત, પૂજાનો લાભ નથી મળી રહ્યો. તે ભવિષ્યમાં કોઇ મોટી સમસ્યાનો સંકેત પણ હોઇ શકે છે. 

દૂધ - જો તમારા હાથમાંથી દૂધ કે દૂધનો ગ્લાસ જમીન પર પડી જાય છે કે પછી ઊભરાઇને વાસણમાંથી બહાર આવી જાય છે તો તે પણ ખૂબ અશુભ સકેત છે. દૂધનો સંબંધ ચંદ્રમાં સાથે સીધો માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર, દૂધનું નીચે પડવું જીવનમાં આર્થિક સંકટ આવવાનો સંકેત છે. 


ભોજન - જો ભોજન કરતી સમયે અથવા પીરસતી સમયે તમારા હાથમાં વારંવાર ભોજન નીચે પડી જાય છે તો તેના બે અર્થ હોઇ શકે છે. પહેલો કાં તો તમારા ઘરમાં કોઇ મહેમાન આવશે. અને બીજો તમારા ઘરમાં કોઇ નકારાત્મક ઊર્જા અથવા ગરીબી દસ્તક દઇ શકે છે. વાસ્તુ દોષના કારણે પણ આવું થઇ શકે છે.

મીઠું પડી જવું - જો તમારા હાથમાંથી રસોડામાં કે ડાઇનિંગ ટેબલ પર વારંવાર મીઠું (Salt)પડી જાય છે તો શુક્ર અને ચંદ્ર નબળા હોવાનો સંકેત આપે છે. તેનાથી વૈવાહિક જીવનમાં પણ સમસ્યા આવવાના સંકેતો મળે છે. આવા લોકો પાર્ટનર સાથે હંમેશા ઝઘડતા રહે છે. દાંમ્પત્ય જીવન પણ દુઃખમય રહે છે.