ગણેશ ચતુર્થીઃ ઘરમાં છોકરાના લગ્નમાં અડચણ આવતી હોય તો ગણેશજીને ફક્ત આટલો ઉપાય કરવાથી દૂર થશે

ગણેશ ચતુર્થી પર દેશ દુનિયામાં જોર શોરથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે તમે ગણેશજીની પ્રતિમાનો શુદ્ધ જળથી અભિષેક કરો. આ સાથે જ ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરો. એવી માન્યતા છે કે આમ કરવાથી સિદ્ધિ વિનાયક પોતાના ભક્તોની તમામ સમસ્યાઓ હરી લે છે. 
 
 
ganesh

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયાભરમાં ગણેશ ચતુર્થીનો પર્વ આ વખતે 31મી ઓગસ્ટે ઉજવાઈ રહ્યો છે. ગણેશ ચતુર્થીના રોજ ભગવાન ગણેશનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે જો તમારા જીવનમાં કોઈ વિધ્ન હોય અને વારંવાર કામમાં અડચણો આવતી હોય તો તમે ગણેશ ચતુર્થીના રોજ તમે ખાસ ઉપાય અજમાવી શકો છો. અમે તમને ગણેશજીને ખુશ કરવાના એવા જ કેટલાક ઉપાયો વિશે જાણકારી આપી રહ્યા છે.  

જો તમારો પરિવાર આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હોય તો તમે ગણેશ ચતુર્થી પર સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યારબાદ ગોળમાં દેશી ઘી ભેળવીને ગણપતિને તેનો ભોગ લગાવો. ત્યારબાદ તે ગોળ ગૌમાતાને ખવડાવી દો. આ ઉપાયથી ભગવાન ગણેશ પ્રસન્ન થશે અને તમને મનોવાંછિત ફળ મળશે. 
 
ગણેશ ચતુર્થી પર દેશ દુનિયામાં જોર શોરથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે તમે ગણેશજીની પ્રતિમાનો શુદ્ધ જળથી અભિષેક કરો. આ સાથે જ ગણપતિ અથર્વશીર્ષનો પાઠ પણ કરો. એવી માન્યતા છે કે આમ કરવાથી સિદ્ધિ વિનાયક પોતાના ભક્તોની તમામ સમસ્યાઓ હરી લે છે. 
 
તમે ગણેશ ચતુર્થી પર દુર્વા ઘાસનો ઉપાય પણ અપનાવી શકો છો. તમે તમારા ઘરમાં પીળા રંગની ગણેશ પ્રતિમા લાવીને તેની સ્થાપના કરો. આ દરમિયાન श्री गणाधिपतये नम: મંત્રનું ઉચ્ચારણ કરતા હળદરની 5 ગાંઠને ભગવાન ગણેશની પ્રતિમા પર ચડાવો. ત્યારબાદ તમે श्री गजवकत्रम नमो नम: ના જાપ કરીને દૂર્વા ઘાસની 108 પત્તીઓ પર ભીની હળદર લગાવો અને તેને પછી ગણપતિને અર્પણ કરો. 
 
જો ઘરમાં છોકરાના લગ્નમાં અડચણ આવતી હોય તો તમે તેનો ઉપાય પણ ગણેશ ચતુર્થી પર કરી શકો છો. તમે ગણેશ ચતુર્થીવાળા દિવસે ઘરમાં પીળા રંગની મીઠાઈ બનાવો. ત્યારબાદ તે મીઠાઈને ભગવાન ગણેશને અર્પણ કરો. કહેવાય છે કે આ ઉપાય અજમાવવાથી છોકરાના લગ્નના યોગ બને છે. 
 
જો તમે કે તમારા પરિવારના લોકો કોઈ સમસ્યાથી ઘેરાયેલા હોવ તો ગણેશ ઉત્સવ પર તમે તેનો ઉકેલ પણ લાવી શકો છો. ધાર્મિક શાસ્ત્રો મુજબ તમે ગણેશ ચતુર્થી પર વિધિ વિધાનથી ગણપતિની પૂજા કરો. આ સાથે જ તમે 'ऊं गं गौं गणपतये विघ्न विनाशिने स्वाहा' મંત્રનો 21 માળા જાપ કરો. આમ કરવાથી સિદ્ધિ વિનાયક પ્રસન્ન થઈને પોતાના આશીર્વાદ વરસાવશે. 

જરૂરિયાતવાળાને દાન કરો
ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમે ગણેશ ચતુર્થી પર જરૂરિયાતવાળા લોકોને દાન કરો. જેમાં ફળ, અનાજ, કપડાં અને કેટલાક રૂપિયા પણ સામેલ હોઈ શકે છે. માન્યતા છે કે જરૂરિયાતવાળાને દાન કરવાથી અને તેમની મદદ કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે.