ધાર્મિકઃ અંબાજીના માઇ ભક્તો માટે સારા સમાચાર, દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસમાં​​​​​​​ ફરાળી પ્રસાદનું વિતરણ શરૂ કરાયું

ખાસ કરીને દેશ વિદેશમાં અંબાજીનો પ્રસાદ સરળતા લઈ જઈ શકાય તેના માટે સૂકા અને ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીના પ્રસાદનું વેચાણ આજથી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવ્યું છે.
 
પરસાદ

અટલ સમાચાર, ડેસ્ક

શક્તિપીઠ અંબાજી મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ ઉપવાસમાં ખાઈ શકાતો નથી. તેથી આંબાજીમાં આવતા પુનમીયા તેમજ રવિવાર હોય કે અન્ય વાર તહેવારે ઉપવાસ રાખનાર લોકો મોહનથાળનો પ્રસાદથી વંચિત રહી જાય છે. ઉપવાસ હોવાથી ખાઈ સકતા ન હતા, ત્યારે તેવા ઉપવાસના સમયે પણ માં અંબેનો પ્રસાદ શ્રદ્ધાળુઓ આરોગી શકે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસના પ્રથમ દિવસેથી ફરાળી પ્રસાદનું પણ વિતરણ વ્યવસ્થા શરુ કરાઈ છે. ખાસ કરીને દેશ વિદેશમાં અંબાજીનો પ્રસાદ સરળતા લઈ જઈ શકાય તેના માટે સૂકા અને ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીના પ્રસાદનું વેચાણ આજથી મંદિર ટ્રસ્ટ દ્વારા શરુ કરવામાં આવ્યું છે.
  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આ વિશે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ જણાવે છે કે, શ્રાવણ માસના પ્રથમ દિવસથી અંબાજી મંદિરમાં ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીનું વિતરણ શરુ કરાયું છે. જેથી યાત્રિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ ઉપવાસમાં મોહનથાળનો પ્રસાદ ખાઈ શક્તા ન હતા, માત્ર માથે અડાડીને મૂકી દેતા હતા. ત્યારે હવે ઉપવાસીઓ પણ ફરાળી ચીકી ખાઈ શકે છે. અહીં આવનાર ભક્ત હવે ઉપવાસ હોય તો પણ પ્રસાદ વગર નહિ રહે. આ ફરાળી ચીકીનો પ્રસાદ સીંગ, તલ, ખાંડના મિશ્રણથી બનાવવામાં આવે છે. 100 ગ્રામના પેકેટ રૂપિયા 25 માં વિતરણ માટે મૂકાયા છે. ચીકીના પેકેટ ઉપર ‘બેસ્ટ બિફોર 2 મહિના’ની તારીખ પણ દર્શાવામાં આવી છે.