રાશિફળઃ આ રાશિના જાતકને પાર્ટનરશીપને લગતી કોઈપણ કમિટમેન્ટને હાલ પૂરતી ટાળી દેવી જોઈએ

કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ - ગુસ્સાના કારણે તમારા કામમાં અવરોધ ઊભો થઈ શકે છે. તમારે અગાઉના વિકલ્પો પર ફરી વિચાર કરવો પડી શકે છે. તમારા ફેવરમાં મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. 
 
rashi-1_31

અટલ સમાચાર, ડેસ્ક


મેષ -21 માર્ચથી 19 એપ્રિલ - તમે કોઈ કારણોસર મુસીબતમાં ફસાયેલા છો, પરંતુ આ મુસીબત કઈ રીતે આવી છે, તેની તમને ખબર પણ ન હોય. ઘણા સમયથી જે કામ અટકેલું પડ્યું છે તે કામ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. નવી તક, આઈડિયા અથવા કોઈ પ્રેરણારૂપ કાર્યને કારણે તમારું ધ્યાન આકર્ષાઈ શકે છે.  

વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે - જો કોઈ પરિસ્થિતિમાં ફેરફાર થતો હોય તો આ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ જાળવી રાખવાનો નિર્ણય લેવો જોઈએ. તમને દરેક તરફથી સમર્થન મળવાની સંભાવના છે અને નવું કાર્ય પણ થોડા સમયમાં શરૂ થઈ શકે છે. 
 
મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન - તમે જે જગ્યાએ જઈ રહ્યા છો, ત્યાં ઘણા લોકો ગોસિપ કરનાર હશે. તમે જે જગ્યાએ પર કામ કરી રહ્યા છો, ત્યાં ઘણા લોકો તમારી ઈર્ષ્યા કરતા હશે અને તમારા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા હશે. મહત્વપૂર્ણ કમ્યુનિકેશનનું લેખિત ડોક્યુમેન્ટ ગુમ થઈ શકે છે. 

કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ - ગુસ્સાના કારણે તમારા કામમાં અવરોધ ઊભો થઈ શકે છે. તમારે અગાઉના વિકલ્પો પર ફરી વિચાર કરવો પડી શકે છે. તમારા ફેવરમાં મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. 

 
સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ - જો તમને કોઈપણ બાબતમાં વિશ્વાસ ના હોય તો તમારે જવાબદારીનો સ્વીકાર ના કરવો જોઈએ. તમારા ઘરમાં વાદ-વિવાદ પણ થઈ શકે છે. આ વાદ વિવાદ વધુ સમય સુધી રહી શકે છે. પાર્ટનરશીપને લગતી કોઈપણ કમિટમેન્ટને હાલ પૂરતી ટાળી દેવી જોઈએ. લ 


કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર - એક નવા રૂટીન પ્રમાણે ઢળવું તમારા માટે મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ આ પરિસ્થિતિના કારણે તમને ફાયદો થઈ શકે છે. આર્થિક મામલે અસ્થાયી રૂપે રૂકાવટ ઊભી થઈ શકે છે. રિટેઈલ થેરાપી માટે તમે કામકાજમાં વ્યસ્ત થઈ શકો છો.  

તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર - કોઈ નવા ક્ષેત્રે આગળ વધવા માટે તમે રોકાણને લઈ ચિંતિત છો તો, તમને નાણાકીય સહાયતા પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારી લાંબાગાળાની યોજના ધીમી ગતિએ આગળ વધી રહી છે અને તેનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. ઘરમાં હવે શાંતિપૂર્ણ વાતાવરણનું નિર્માણ થઈ શકે છે.


 
વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર - તમે એવી વસ્તુઓને મેળવવાની કોશિશ કરી રહ્યા છો, જે તમને ક્યારેય પણ મળી શકે તેમ નથી. આ કોશિશના કારણે તમને નિરાશા જ મળે છે. ક્યારેક ક્યારેક કોશિશ કરવામાં આવે તો ધીમી ગતિએ પરંતુ કામ પૂર્ણ થઈ શકે છે. તમને અચાનકથી જ રોકડ પ્રાપ્ત થવાની સંભાવના છે.


 
ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર - અન્ય વ્યક્તિઓ પાસેથી બિલ્કુલ પણ આશા ન રાખશો. નાની નાની બાબતોને કારણે તમને ગુસ્સો આવી શકે છે. મન ફ્રેશ કરવા માટે તમને બહાર જવાનું મન નહીં થાય, પરંતુ અન્ય લોકો હરવા ફરવા માટે બહાર જઈ શકે છે.

 
મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી - ખૂબ જ અંગતની વ્યક્તિની તબિયત ખરાબ થવી તે એક ચિંતાનો વિષય બની શકે છે. કોઈ વ્યક્તિ પાસેથી મદદ લઈને અથવા ઉધાર લઈને તમે આ પરિસ્થિતિનો સામનો કરી શકો છો. ઉપરાંત આર્થિક સંકળામણથી પણ થોડી રાહત મળી શકે છે.


 
કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી - તમે કોઈ દિવસ ધાર્યું પણ નહીં હોય તેવી તમને ટ્રિટમેન્ટ મળી શકે છે. આ પોઝિટિવિટી ખૂબ જ આનંદદાયક અને સુખદ રહેશે. તમે થોડા જ સમયમાં બહાર ફરવા જઈ શકો છો અને તમારા સંબંધીઓ સાથે મુલાકાત કરશો.


 
મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ - પહેલાની રિલેશનશીપ, અગાઉની યાદો વાગોળતા વાગોળતા તમારો દિવસ સુધરી શકે છે. ક્યારેક ક્યારેક આ પ્રકારે ફીલ કરવું તે પણ સારું રહે છે. જો કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે ડેડલાઈન આપવામાં આવી હોય તે કાર્ય પૂર્ણ કરવામાં રૂકાવટ આવી શકે છે.