રાશિફળઃ આ રાશિના જાતકને જીવનસાથીના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર પડી શકે
rashi-1_31

અટલ સમાચાર, ડેસ્ક


મેષ (21 માર્ચથી 19 એપ્રિલ)

આજનો દિવસ તમારી જાતને સશક્ત બનાવવાનો અને કંઈક નવું કરવાનો છે. અમુક બાબતો પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર પડી શકે છે.

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

આજે તમને ભૂતકાળની કોઈ ક્ષણને ફરીથી જીવંત કરવાની તક મળી શકે છે. તમારા કાર્યસ્થળ પર હજી પણ કેટલાક પેરામિટર્સ પૂર્ણ કરવાની જરૂર છે. બાકી રહેલા કેસનું સમાધાન આવી શકે છે.

મિથુન (21 મે – 21 જૂન)

કોઈ વસ્તુમાં સમય લાગતો હોય તો તેનો અર્થ એ નથી કે તે નહીં થાય. તમારે પ્રયત્ન કરવો જોઈએ અને ધીરજ રાખવી જોઈએ. કાર્યસ્થળ પર ટીકા થઈ શકે છે. જો પ્રવાસનું આયોજન હોય તો વિલંબ થઈ શકે છે.
 

કર્ક (22 જૂન – 22 જુલાઇ)

તમારી જવાબદારીઓ તમને સમયમર્યાદાની યાદ અપાવી શકે છે. તમારે તમારા કામને વેગ આપવાની જરૂર પડી શકે છે. નવી તક કામ કરવા માટે નવો ઉત્સાહ પેદા કરી શકે છે. થોડો સમય કાઢવો મહત્વપૂર્ણ છે.
 

સિંહ (23 જુલાઈથી 22 ઓગસ્ટ)

તમે જે પણ વસ્તુ પાછળ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો તે છોડી દેવાનો આ શ્રેષ્ઠ સમય છે. જો તમે તમારો ગુસ્સો વધારે પડતો દર્શાવશો તો તેનાથી તમારી માનસિક શાંતિનો ખર્ચ થઈ શકે છે. મૈત્રીપૂર્ણ હાવભાવ તમને દિવસ સારો બનાવવામાં મદદ કરી શકે છે.
 

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

તમે તમારી જાતે મેળવેલ કોઇ વસ્તુ માટે જલદી જ સેલિબ્રેશન કરી શકો છો. તમારા પ્લાન્સ હવે અમલમાં મૂકી શકશો. તમે લીધેલા નિર્ણયો પર વિચાર કરવા થોડો સમય લો.

તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)

કોઇ વસ્તુ તમારું ધ્યાન ભટકાવી રહી છે, તો તે એટલા માટે કારણ કે તમે તેને એવું કરવા દો છો. તમારા ભાઇ-બહેનનો વિચાર તમારા માટે આવકનો નવો સ્ત્રોત બની શકે છે.
 

વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)

તમે તમારી જાતને લકી માનશો. તમે તમારી જાતને ફાળવેલા તમામ કામ મહદ્દંશે પૂર્ણ કરી શકશો. સ્ટોક ફાઇનાન્સમાં પણ સારી મૂવમેન્ટ જોવા મળશે, જે તમારા પક્ષમાં હશે. કોઇ ગંભીર વાતચીત માટેનો સમય છે.
 

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

જો તમે વિચારોથી ભાગી રહ્યા હશો, તો તે તમારી તરફ ફરી આવશે અને તમને ઘેરી લેશે. કંઇક મહત્વનું કરવા માટે આજે તમે મોટીવેશનનો અભાવ અનુભવશો. દિવસ થોડો તણાવ ભર્યો રહેશે.
 

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી )

વિવિધ જગ્યાએથી સરપ્રાઇઝ મળી શકે છે. અમુક તમને પસંદ ન પણ આવી શકે. તમારા વ્યવહારના કારણે અમુક લોકો દુખી થઇ શકે છે તેથી તમારા ગુસ્સા પર કાબુ રાખશો. ચોરીની કોઇ ઘટના બની શકે છે તેથી એલર્ટ રહેશો.
 

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

પરીક્ષાના પરીણામ ધારણા મુજબ ન આવી શકે. અમુક યુક્તિઓ તમને કાર્ય પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. દિવસ થોડો થાક ભર્યો રહેશે, પરંતુ અંત સારો રહેશે. જરૂરી માહિતીઓ શેર કરવાનું ટાળો.
 

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

તમારી આસપાસની કોઇ વ્યક્તિથી તમે પ્રેરણા મેળવી શકો છો. આજે તમારો ઇન્ટ્રોવર્ટ વ્યવહાર મદદરૂપ નહીં બને. કાર્યસ્થળ પર કોઇ તમારા પર ખોટા આરોપો લગાવી શકે છે. દિવસ થોડો મુશ્કેલ રહી શકે છે.