રાશિફળઃ આ રાશિના જાતકને તમારા લાંબા અંતરના મિત્રો સાથે સંપર્કમાં રહેવું ઉપયોગી થઈ શકે
rashi-1_31

અટલ સમાચાર, ડેસ્ક

આજના દિવસની તમારી શરૂઆત કદાચ ધીમી ગતિની અથવા મંદ હોઈ શકે છે, જો કે જેમ જેમ દિવસ પસાર થશે, તેમ તેમ તેમાં પિકઅપ આવતો દેખાઈ રહ્યો છે. તમે હાલમાં જે કાર્ય માટે પ્રતિબદ્ધ છો તેને પૂર્ણ પર તમારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાસ જરૂર છે. ઘરેલું મોરચે પણ તમારી સામે કેટલીક અણધારી પરિસ્થિતીઓ આવી શકે છે જેને લઈને કેટલાક કાર્યોમાં વિલંબ પણ થઈ શકે છે.


વૃષભ: 20 એપ્રિલ-20 મે

તમે એક પડકારરૂપ કાર્ય હાથમાં લઈને આ કાર્યને તેના અંતિમ પડાવ સુધી પહોંચાડી શકો છો. આ કામ કરવાથી તમે પણ તમારા કામથી આશ્ચર્યચકિત થઈ જશો. કેટલીક દલીલો તમને થોડા સમય માટે વિચલિત કરી શકે છે, પરંતુ વસ્તુઓ તમારા નિયંત્રણમાં રહેશે. અત્યારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખી શાંત રહેવુ વધુ યોગ્ય છે.


મિથુન: 21 મે - 21 જૂન
તમારી પાસે રહેલા કામને તેની ડેડલાઈન સુધી પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો અને તમે પોતાના કમ્ફર્ટ ઝોનમાં જ રહીને તમે આ કાર્યો પૂરા કરી શકશો. ભૂતકાળમાં કેટલીક એવી તકો જેનો તમે અસ્વીકાર કરેલ હોય તે તક અચાનક ફરી તમારી સામે આવતી દેખાઈ શકે છે. આ વખતે આ તકો પર તમને પુનઃવિચારણા કરવાની સલાહ આપવામાં આવશે.
 

કર્ક: 22 જૂન-22 જુલાઈ

કામ પર તમારો સ્ટ્રક્ચર્ડ અભિગમ ટૂંક સમયમાં તમારા માટે નવા માર્ગો ખોલી શકે છે. કેટલાક સહકર્મી પહેલાથી આયોજિત પ્રોજેક્ટમાં તમારી માટે બાધા અથવા વિક્ષેપ પેદા કરી શકે છે. આવી પરિસ્થિતીમાં કેટલીક વૈકલ્પિક યોજના સાથે તમે તૈયાર રહો. જો તમે કોઈ શોર્ટ ટ્રીપનું આયોજન કરી રહ્યા હોય તો તે ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકશે.
 

સિંહ: 23 જુલાઈ- 22 ઓગસ્ટ
તમારા આજનો દિવસ તમને ખાતરીપૂર્વક અને સામાન્ય કરતાં વધુ નિયંત્રણમાં હોવાની સાથે શરૂ થઈ શકે છે. તમારા ભાવિ વિચારો રજૂ કરવા માટે આજે ખૂબ સારો દિવસ છે. અગાઉથી દરેક બાબતને લઈને વિગતવાર ચર્ચા કરવાની ખાતરી કરો.
 

કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

તમારી ભવિષ્યની યોજનાઓ પર અમલ કરવા માટે તમે તામારા ઈન્સ્ટીક્ટ પર વિશ્વાસ કરી શકો છો. જો તમે કોઈપણ ચર્ચામાં સામેલ છો, તો તમારો અભિપ્રાય મહત્વપૂર્ણ બની શકે છે. ગ્રાહક તમારા પર વિશ્વાસ કરવાનું શરૂ કરી શકે છે અને તમને એક મોટો પ્રોજેક્ટ ઓફર કરી શકે છે.
 

તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

કેટલીક ગેરસમજ હવે દૂર થઈ શકે છે. તમારો દિવસ વધારાના કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહી શકે છે. પરિસ્થિતિગત સમસ્યાઓને લીધે તમારે તમારું વેકેશન ટૂંકાવવુ પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
 

વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

ઉપરી અધિકારીઓ આજે કાર્યસ્થળ પર મોનોપોલાઈઝ કરી શકે છે. તેની માટે તમારે અગાઉથી માનસિક રીતે તૈયાર રહેવાનું જરૂરી છે. બિનજરૂરી જોખમો ન લો અથવા અવાસ્તવિક વચનોની આપ લે થી બચો. સ્વાસ્થનુ ધ્યાન રાખવાની જરૂર પડી શકે છે.
 

ધનુ: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

આજનો દિવસ સામાન્ય દિવસની સરખામણીએ કેઝ્યુઅલ અને આરામનો દિવસ રહેશે. રિયલ એસ્ટેટના પ્રશ્નોમાં કોઈ તમારી મદદ અથવા સલાહ લઈ શકે છે. જો કોઈ વસ્તુ પર ખૂબ લાંબા સમય સુધી કામ કરી રહ્યા હોય તો સમીક્ષાની જરૂર પડી શકે છે. એક નાનો બ્રેક કદાચ તમારું મન સાફ કરી શકે છે.
 

મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી
તમારા લાંબા અંતરના મિત્રો સાથે સંપર્કમાં રહેવું ઉપયોગી થઈ શકે છે. દિવસ કામ અને આનંદદાયક સમયનું કોમ્બિનેશન બની રહેશે છે. તમારા કિંમતી સામાનને લઈને સાવચેત રહો. કોલિકની સમસ્યા વધી શકે છે.
 

કુંભ: 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી
વ્યવહારુ અભિગમ સાથે તમને કોઈ સ્માર્ટ વ્યક્તિ મળવાની શક્યતા છે, જે તમને પ્રેરણાદાયી પણ લાગશે. આખરે તમને ઘર અને કાર્યસ્થળ બંને જગ્યાએ વસ્તુઓને વ્યવસ્થિત કરવા માટે સમય મળશે. જો કે તમને કેટલીક ચિંતાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. સંગીત મદદરૂપ બની શકે છે.

મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
જટિલ કાર્ય અચાનક સામે આવી શકે છે. તમારી આસપાસ ગોસીપ કરનારા લોકોની ભરમાર હોઈ શકે છે અને તેને અવગણવું આજે કદાચ તમારી માટે મુશ્કેલ બની રહેશે. નજીકના મિત્રો તમારી પડખે ઊભા રહેશે.