વાસ્તુશાસ્ત્રઃ ઘરમાંથી બહાર નીકળતી વખતે તમારા હાથમાંથી અચાનક પૈસા પડી જાય તો શુભ સંકેત આપે છે
money-01-4-

અટલ સમાચાર, ડેસ્ક

પૈસા બાબતે લોકોમાં ઘણી માન્યતાઓ પ્રવર્તતી હોય છે. પૈસા બાબતે શુભ અશુભની અવઢવમાં પણ લોકો રહેતા છે. ઘણીવાર ખિસ્સામાંથી પૈસા કાઢતી વખતે કે ગણતી વખતે જમીન પર પડી જાય છે. કેટલાક લોકો આને ખૂબ જ અશુભ (Bad sign) સમજે છે. લોકો તેને આર્થિક તંગી ના સંકેત રૂપે જુએ છે, પણ શું સાચે જ હાથમાંથી રૂપિયા પડી જવા ચિંતાની વાત છે? શું સાચે હાથમાંથી પૈસા પડી જવાથી ગરીબી આવે છે? ચાલો આ વિષયમાં વાસ્તુના જાણકારોનું આ બાબતે શું કહેવું છે? તે જાણીએ.

વાસ્તુશાસ્ત્ર મુજબ હાથમાંથી પૈસા પડવાનો મતલબ અલગ અલગ પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. એટલે કે હાથમાંથી પૈસા પડી જવા દરેક વખતે વ્યક્તિ માટે ચિંતાજનક કારણ હોતું નથી. જો ઘરમાંથી બહાર નીકળતી વખતે તમારા હાથમાંથી અચાનક પૈસા પડી જાય કે કપડાંના ખીસ્સામાંથી પૈસા નીચે પડી જાય તો આ એક શુભ સંકેત છે. તેનો મતલબ એ થાય છે કે તમને જલ્દી જ ધનની પ્રાપ્તિ થવાની છે. આર્થિક બાબતે તમને કોઈ મોટો લાભ થવાની સંભાવના છે. તમને ધનલાભ પણ થઈ શકે છે.

જો તમે કોઈ વ્યક્તિ સાથે પૈસાની લેવડદેવડ કરી રહ્યા છો અને તે વખતે જમીન પર પૈસા પડી જાય તો તેને પણ એક શુભ સંકેત સમજવો જોઈએ. આવા રૂપિયાને હંમેશા સંભાળીને રાખવા જોઈએ. તેનાથી ન માત્ર ઘરમાં ધનની બરકત થાય છે, પરંતુ ઉધાર કે લોન તરીકે આપેલા રૂપિયા પણ પાછા આવે છે.


જો તમારા હાથમાંથી સવાર-સવારે રૂપિયા પડી જાય તો આ પણ એક ખૂબ જ શુભ સંકેત હોય છે. તેનો મતલબ એ છે કે તમને જલ્દી ક્યાંથી પૈસા મળવાના છે. જમીન પર સવારના સમયે હાથમાંથી પડેલા પૈસાને હંમેશા તીજોરી કે પર્સમાં સંભાળીને રાખવા જોઈએ. આ પૈસા તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે.

જમીન પર પૈસાનું પડવું અશુભ ક્યારે હોય છે? પૈસા જ્યારે હાથમાંથી જાણતા અજાણતા પડે છે, તો હંમેશા શુભ સંકેત આપે છે. પરંતુ જ્યારે તમે આ પૈસાને નાની રકમ સમજીને ઉઠાવતા નથી કે ફેંકી દો છો તો તેનું અપમાન થાય છે. આ સ્થિતિમાં વ્યક્તિને આર્થિક નુકસાન થઈ શકે છે.