ધાર્મિકઃ શુક્રવારે આ 6 ખાસ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે, જાણો વધુ
maa-1


અટલ સમાચાર, ડેસ્ક


હિન્દુ ધર્મમાં શુક્રવારને દેવી લક્ષ્મી (Devi Lakshmi)નો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી જ માણસને ધન સંપત્તિ મળે છે. જેના કારણે તેને ધનની દેવી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ દેવી લક્ષ્મીનું ધ્યાન કરે છે અને તેમના સાથે જોડાયેલા ઉપાય કરે છે તેને જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. અહીં તમે જાણશો કે શુક્રવારે કયા ખાસ ઉપાયો કરવાથી તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો.

પહેલો ઉપાય: શુક્રવારે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે એક પીળા રંગના કપડામાં પાંચ કોડી, કેસર અને એક ચાંદીનો સિક્કો બાંધો. પછી આ પોટલીને ઘરની તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મુકો. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિ ધન સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી લે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
બીજો ઉપાય: શુક્રવારના દિવસે શંખમાં પાણી ભરી દેવી લક્ષ્મીને જલાભિષેક કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મળે છે.

ત્રીજો ઉપાય: આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે શુક્રવારે ઉપવાસ કરો અને કુમારીકા કન્યાઓને ભોજન કરાવો. કન્યાઓને દક્ષિણા તરીકે વસ્ત્રો અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે સતત ચાર શુક્રવારે આવું કરવાથી ધન અને ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

ચોથો ઉપાય: સુખ-સમૃદ્ધિ માટે શુક્રવારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને સફેદ રંગના કપડાં પહેરો. આ પછી લક્ષ્મીજીની વિધિપૂર્વક પૂજા કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. પૂજા સમયે લક્ષ્મીજીને કમળનું ફૂલ ચઢાવો.

પાંચમો ઉપાય: શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીને પતાશા, કોડી અને મખાના અર્પણ કરવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે. આ સાથે આ દિવસે લોખંડના વાસણમાં પાણી ભરીને તેમાં દૂધ, ખાંડ અને ઘી મિક્સ કરીને પીપળાના ઝાડને અર્પિત કરો. માનવામાં આવે છે કે આવુ કરવાથી ધન અને વૈભવ પ્રાપ્ત થાય છે.

છઠ્ઠો ઉપાય: શુક્રવારે સાંજે માતા લક્ષ્મી સાથે ગણેશજીની પૂજા કરો. દેવી લક્ષ્મીને કમલગટ્ટા, કમળનું ફૂલ, લાલ ગુલાબ અને સફેદ મીઠાઈ અથવા ખીર અર્પણ કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમને ધન-સંપત્તિમાં વૃદ્ધિના આશિર્વાદ આપે છે.