ધાર્મિકઃ આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને વંદન કરવાનો દિવસ, જાણો ગુરુની સાચી ગુરુદક્ષિણા વિશે

 
 ગુરુ પૂર્ણિમા

અટલ સમાચાર, ડેસ્ક

ગુરુ ગોવિંદ દોનો ખડે, કા કો લાગુ પાય....બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય...આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને વંદન કરવાનો દિવસ. કહેવાય છેકે, ગુરુ વિનાનું જીવન નિરર્થક  છે. ત્યારે ગુરુદક્ષિણાનું પણ એટલું મહત્ત્વ છે. ગુરુનું સંપૂર્ણ જીવન તે શિષ્યને સારા વ્યક્તિ બનાવવામાં પસાર થઈ જાય છે. અને તે માટે તેઓ સતત મહેનત કરતા રહેતા હોય છે. તો જ્યારે શિષ્યનું પણ પોતાના ગુરુ પ્રત્યે વિશે કર્તવ્ય હોય છે. ત્યારે આજના પાવન અવસરે ભગવાન કૃષ્ણ અને તેમના ગુરુની કહાની આ આર્ટિકલમાં જણાવવામાં આવી છે. 

ગુરુદક્ષિણાનો સાચો અર્થ જાણો:
ગુરુ પાસેથી મળવેલી શિક્ષાનો પ્રસાર-પ્રચાર અને તેનો સાચો ઉપયોગ તે જનકલ્યાણની માટે હોય છે. અને ગુરુદક્ષિણાનો સાચો અર્થ શિષ્યની પરીક્ષાના સંદર્ભે લેવાય છે. ગુરુદક્ષિણા તે ગુરુના પ્રત્યે સન્માન અને સમર્પણનો ભાવ દર્શાવે છે. ગુરુની સાચી ગુરુદક્ષિણાએ શિષ્ય તેમના કરતા પણ આગળ વધે એ હોય છે. ગુરુદક્ષિણા ત્યારે જ લેવામાં આવે છે કે જ્યારે શિષ્ય તે ગુરૂ બનવા માટે લાયક હોય ત્યારે. ગુરૂ પાસેનું સંપૂર્ણ જ્ઞાન તે શિષ્ય ગ્રહણ કરી લે છે. તેના પછી ગુરુદક્ષિણા સાર્થક ગણાય છે. 

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો


ભગવાન શ્રીકૃષ્ણ  અને બલરામને સાંદિપનિ ઋષિના આશ્રમમાં ઘણાં સમય સુધી રહીને શિક્ષા પ્રાપ્ત કરી હતી. અને ત્યાર બાદ જ્યારે ગુરૂદક્ષિણાનો સમયે આવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને સાંદિપનિ ઋષિએ પોતાનો પુત્રને પાછો લાવવા માટેની ગુરૂદક્ષિણાની માગ કરી હતી. સાંદિપનિ ઋષિના પુત્રનો દરિયામાં એક મગરે શિકાર કર્યો હતો. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ તે યમપુર ગયા હતા અને યમરાજ પાસેથી સાંદિપનિ ઋષિના પુત્રને પાછો લાવ્યા હતા.

જ્યારે ગુરૂ દ્રોણાચાર્યએ ગુરુદક્ષિણામાં એકલવ્ય પાસેથી તેનો અંગુઠો માગ્યો  
ગુરૂ દ્રોણાચાર્યના આશ્રમમાં જ્યારે પાંડવો અને કૌરવોને શિક્ષણ આપવામાં આવતું હતું ત્યારે એકલવ્ય પણ છૂપી રીતે તે શિક્ષાને ગ્રહણ કરતો હતો. અને આ વાતની જાણ ગુરૂ દ્રોણાચાર્યને થતાં એક લવ્ય પાસેથી ગુરુદક્ષિણામાં તેનો અંગુઠો માગ્યો હતો. અને એકલવ્યએ પણ તેનો અંગુઠો કાપીને ગુરૂ દ્રોણાચાર્યના ચરણમાં અર્પણ કર્યો હતો. ગુરૂ દ્રોણાચાર્યને ખબર હતી કે એકલવ્ય અર્જૂન કરતા પણ સારો ધનુર્ધર છે. જે આગળ જતા દુનિયાભરમાં નામ કમાશે તેથી તેનો અંગુઠો માગ્યો હતો.

શિક્ષા પ્રાપ્ત કર્યા પછી આપવાની હોય છે ગુરૂદક્ષિણા:
ગુરૂનું સંપૂર્ણ જીવન શિષ્યને યોગ્ય વ્યક્તિ બનાવવામાં જતું રહેતું હોય છે. શિક્ષા મેળવ્યા પછી શિષ્યએ ગુરુદક્ષિણા આપવાની હોય છે. ગુરુદક્ષિણાનો અર્થ તે કોઈ પૈસા કે સોનુ નથી હોતું . ગુરૂ પોતાના શિષ્ય પાસેથી કોઈ પણ પ્રકારની માગ કરી શકે છે.