ધાર્મિકઃ આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં ભક્તોની ભારે ભીડ, મંદિરમાં કાળિયા ઠાકરના નાદ થયા
શામળાજી

 

અટલ સમાચાર, ડેસ્ક

આજે બુધવારે અષાઢ સુદ પૂનમ અને ગુરૂપૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાના દર્શન કરવા અબાલ વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આજના દિવસે ભક્તોએ ભગવાન શામળિયાને પોતાના ગુરૂ માની ગુરૂ આશીર્વાદ લીધા હતા. જેના કોઈ ગુરૂ નથી એના ભગવાન શામળિયા ગુરૂ છે એવી ભાવના સાથે લોકોએ ભગવાનના આશીર્વાદ લીધા છે. આજે ભગવાન કાળિયા ઠાકરને પણ ખાસ સોનાના આભૂષણ સહિતના શણગાર કરવામાં આવ્યા છે. ભગવાન શામળિયાના અલગ અલગ મનોરથના પણ દર્શનનો લાખો ભક્તોએ લાભ લીધો હતો અને ધન્ય બન્યા હતા.