અંબાજી: અષાઠી બીજે માનસરોવરમાં નવા પાણીના વધામણાં કરવામાં આવ્યા
અટલ સમાચાર,અંબાજી (રિતિક સરગરા) બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માનસરોવરમાં આજે અષાઠી બીજના પવિત્ર દિવસે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં પવીત્ર જળની પુજનવિધિ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ ઉમટી પડયા હતા. અંબાજીના માનસરોવરમાં પાણીની પુજનવિધીમાં માંડવો અને શ્રીફળ ચુંદડીનો વિશેષ મહત્વ રહેલુ છે. નવા નીરના વધામણા બાદ
Jul 4, 2019, 12:13 IST

અટલ સમાચાર,અંબાજી (રિતિક સરગરા)
બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માનસરોવરમાં આજે અષાઠી બીજના પવિત્ર દિવસે નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં પવીત્ર જળની પુજનવિધિ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંઓ ઉમટી પડયા હતા.
અંબાજીના માનસરોવરમાં પાણીની પુજનવિધીમાં માંડવો અને શ્રીફળ ચુંદડીનો વિશેષ મહત્વ રહેલુ છે. નવા નીરના વધામણા બાદ બાફેલાં ઘઉં-ચણાના ઠોઠાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જીલ્લાના ખેડુતો અને અન્ય લોકોને સારો વરસાદ મળે તેવી પ્રાર્થના મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.