આસ્થાઃ રસોડામાં ભૂલેચૂકે આ 5 વસ્તુ ન રાખવી, વાસ્તુ મુજબ છે ખુબ જ અશુભ, બરબાદીના દિવસો શરૂ થશે
file fhoto
કિચનમાં હંમેશા ઉપયોગી અને સારી વસ્તુઓ રાખવી જોઈએ. આ સાથે જ તેને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ. રસોડામાં આખી રાત એઠાં વાસણો રાખી મૂકો તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને આર્થિક તંગી આવી શકે છે. 

અટલ સમાચાર, ડેસ્ક


ભાંગેલા તૂટેલા વાસણોનો ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં કે તેને રસોડામાં પણ ન રાખવા. કારણ કે આમ કરવું એ બરબાદીને ખુલ્લું આમંત્રણ છે. તૂટેલા ફૂટેલા વાસણો આર્થિક તંગીનું કારણ બને છે. રસોડામાં કેટલાક લોકો દવાઓ, બેન્ડેજ કે ટ્યૂબ વગેરે રાખે છે, જેથી કરીને દાઝ્યા કે કટ પડે તો તરત ઉપચાર કરી શકાય. સુરક્ષાની દ્રષ્ટિથી ઘરમાં ફર્સ્ટ એડ કિટ હોવી જરૂરી છે. પરંતુ તેને રસોડામાં રાખવાની ભૂલ ન કરો. વાસ્તુ મુજબ રસોડામાં દવાઓ રાખવાથી ઘરના મુખિયા હંમેશા બીમાર રહે છે. જ્યારે અન્ય સભ્યોને પણ કોઈને કોઈ બીમારી આવે છે. 

યોગ્ય જગ્યા પર અરીસો લગાવવો એ ઘરમાં પોઝિટિવ એનર્જીને વધારે છે. પરંતુ રસોડામાં અરીસાનો ઉપયોગ એ તબાહીનું કારણ બની શકે છે. આથી કિચનમાં ક્યારેય અરીસો લગાવવો નહીં. તે ઘરમાં ઝઘડા પણ વધારે છે.  ઉપયોગમાં ન લેવાતા વાસણો કિચનમાં રાખો તો માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. કિચનમાં હંમેશા ઉપયોગી અને સારી વસ્તુઓ રાખવી જોઈએ. આ સાથે જ તેને હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ. રસોડામાં આખી રાત એઠાં વાસણો રાખી મૂકો તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને આર્થિક તંગી આવી શકે છે. 


 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


આપણે હંમેશા રોટલી ભાખરી કરવા માટે બાંધેલો લોટ વધી પડે તો તે બાંધેલો લોટ ફ્રિજમાં રાખીને બીજા દિવસે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. વાસ્તુ શાસ્ત્રમાં આ રીતે લોટ રાખી મુકવો એ ખુબ અશુભ ગણાવ્યો છે. આ સાથે જ ચિકિત્સા વિજ્ઞાનમાં તેને કેન્સરનું જોખમ પણ ગણાવ્યું છે. ફ્રિજમાં રાખી મૂકેલા લોટથી ઘર પર શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ પડે છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે