ધાર્મિક@દેશ: 'ચતુર્ગ્રહી યોગ' થી આ રાશિઓની ખૂલી જશે કિસ્મત, જાણો એક જ ક્લિકે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું રાશિ પરિવર્તન સમયે-સમયે થાય છે. 

 
રાશિફળઃ કન્યા રાશિના જાતકોને આજે મળી શકે છે અપાર સફળતા, આજનું રાશિફળ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આ પ્રક્રિયા ગ્રહ ગોચર અથવા ગ્રહનું રાશિ પરિવર્તન કહેવાય છે. તેમાં ઘણીવાર એકથી વધુ ગ્રહ એક જ રાશિમાં પ્રવેશ કરે છે તો તે અનેક પ્રકારના યોગ સંયોગની રચના કરે છે.તેનો દરેક રાશિ પર અલગ-અલગ પ્રભાવ જોવા મળે છે. તેમાંથી ઘણી રાશિઓ પર શુભ પ્રભાવ પડે છે તો કેટલીક રાશિઓ પર અશુભ પ્રભાવ પણ જોવા મળે છે. આ સમયે ગુરુ મેષ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે.મેષ રાશિમાં પહેલાથી જ ચંદ્રમા, બુધ અને રાહુ હાજર છે. આવી સ્થિતિને ચતુર્ગ્રહી યોગ કહેવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે ચતુર્ગ્રહી યોગ કોના માટે લાભકારક રહેશે.

કર્ક રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ જાતકોની રાશિ મેષ છે તેમને આ દરમિયાન વેપારમાં લાભ થશે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. ક્યાંક લાંબા સમયથી પૈસા ફસાયેલા છે તો તે પરત મળવાના પણ યોગ છે. વિલંબમાં પડેલા કામ ઝડપથી પૂરા થતાં જોવા મળશે. માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ વૃશ્ચિક છે તેમને નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના યોગ બની રહ્યાં છે. જીવનસાથી અને પરિવારજનો સાથે પણ ક્વોલિટી ટાઇમ પસાર કરી શકશો. રોકાણ કરવા માટે સારો સમય છે. દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે. મન પ્રસન્ન રહેશે અને સારા વિચાર આવશે.

મકર રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ મકર છે તેમના માટે ચતુર્ગ્રહી યોગ લાભકારક માનવામાં આવી રહ્યો છે. આવકના નવા સ્ત્રોત બનશે. શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વેપારમાં લાભની સંભાવના, નોકરીમાં પ્રમોશનના ચાન્સ બની રહ્યાં છે. જો વિદેશ જવાનું વિચારી રહ્યાં છો તો તમારી ઇચ્છા પૂરી થઇ શકે છે.

મીન રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ મીન છે તેમના માટે ચતુર્ગ્રહી યોગ શુભ માનવામાં આવે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વેપારમાં લાભ થશે. જો ક્યાંક રોકાણ કરવા ઇચ્છતા હોવ તો ત્યાંથી લાભ મેળવી શકો છો. આર્થિક પક્ષ મજબૂર થશે. ઘરમાં કોઇ મોંઘો સામાન ખરીદી શકો છો.