માન્યતાઃ નવા વર્ષે ઘર કે દુકાનમાં વાસ્તુ અનુસાર આ ફેરફાર કરવાથી, ચોક્કસથી પ્રગતિ આવશે
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

 આ વખતે પણ લોકો નવા વર્ષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હંમેશાની જેમ આ વર્ષે પણ લોકો નવા વર્ષને લઈને ઉત્સાહિત છે, કેમ કે આ વર્ષે બધાના મનમાં એક જ કામના છે કે આવનારું આ વર્ષ કોઈપણ મોટી મહામારી વિના વિતી જાય અને તમામ લોકોના જીવનમાં ખુશીઓ અને શાંતિ લઈને આવે. વર્ષ 2022માં જો તમે તમારા ઘર કે દુકાનમાં વાસ્તુ  અનુસાર કેટલાક ફેરફાર કરો છો તો તમારા જીવનમાં ચોક્કસથી પ્રગતિ આવશે. આવો જાણીએ કયા છે આ વાસ્તુ ટિપ્સ.

જો તમારા ઘર અથવા દુકાનનો મુખ્ય દરવાજો અશુભ દિશામાં એટલે કે દક્ષિણ દિશામાં અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં છે, તો આનો અશુભ પ્રભાવ દુર કરવા માટે નવાવર્ષના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશજીની મૂર્તિ લગાવો અને દુકાનના મુખ્ય દરવાજા પર યમકીલક યંત્ર સ્થાપિત કરો. આવું કરવાથી તમારા જીવનમાં આવતી નકાત્મક ઉર્જા તમારા ઘર અને વ્યવસ્યિક સ્થાન પર પ્રવેશ કરી શકશે નહીં.


મોટાભાગે આપણે આપણી ઘર અથવા વ્યવસાયિક ક્ષેત્રની સાફ સફાઈ માત્ર દિવાળીના સમય વખતે જ કરતા હોઈએ છીએ. સફાઈ કરવી સારી બાબત છે, પણ સાફ સફાઈ દરમ્યાન આપણે ઘર અથવા દુકાનમાંથી એવી વસ્તુઓ બહાર કાઢી નાંખવી જોઈએ જેની આપણને કોઈ જ જરૂર નથી. આ નવા વર્ષે તમે પોતાના ઘર અથવા દુકાનમાંથી નકામો ભંગાર જેમ કે ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ, બંધ ઘડિયાલ, ખરાબ કોમ્પ્યૂટર, ટૂટેલો કાચ વગેરે બહાર કાઢી નાંખો. જો તમે આવું કરો છો તો ન માત્ર ઘર પણ સાથે જ દુકાનમાં પણ સકારાત્મક ઉર્જા આવવાનો માર્ગ ખુલશે અને ચોક્કસથી આપની પ્રગતિ થશે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
 

ભગવાન ગણેશજીની મૂર્તિની કરો સ્થાપના


નવા વર્ષના આગમન પર તમે પોતાના ઘર અને દુકાનમાં ગણેશજીની મૂર્તિની અવશ્ય સ્થાપના કરો. કેટલીક વખત એવું બનતું હોય છે કે ઘર હોય કે દુકાન તમારુ મન કેટલીક વખત સ્થિર રહેતું નથી અને અશાંત થઈ જાય છે. એવામાં જો તમે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો છો તો તમારુ મન શાંત રહેશે અને તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. દુકાનમાં ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરતી વખતે ધ્યાન રાખવું કે મૂર્તિ સફેદ રંગની હોય અને નિયમિત રૂપે તેની પૂજા કરવામાં આવે. આવું કરવાથી કામ કરવામાં તમારી એકાગ્રતા જળવાશે.

રામિડ સ્થાપિત કરો


પિરામિડનું વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. ઘર હોય કે દુકાન પિરામિડની સ્થાપનાથી દરેક જગ્યાઓ સકારાત્મક વાતાવરણ બની રહે છે. ખાસ વાત એ છે કે આની મદદથી તમે તમારા વ્યવસાયમાં પ્રગતિ પણ મેળવી શકો છો. કહેવામાં આવે છે કે પિરામિડ પોતાની આસપાસની વસ્તુના ગુણઘર્મ બદલી શકે છે. આ નવા વર્ષે ઘર અને દુકાનમાં પિરામિડ ચોક્કસથી લાવો. આ તમને ચોક્કસથી પ્રગતિ આપશે.