ધાર્મિકઃ આ કારણથી દર 3 વર્ષે અધિક માસ આવે છે, તેના લાભકારક પ્રયોગ અને ઉપાયો

અટલ સમાચાર, ડેસ્ક દર વર્ષે શ્રાદ્ધ પક્ષ પછી તરત જ નવરાત્રિ આવે છે. આ વર્ષે શ્રાદ્ધ પક્ષ અને આસો માસની શારદીય નવરાત્રિ વચ્ચે એક આખો અધિક આસો માસ આવ્યો છે. આમ કેમ? તેનું કારણ જાણો છો? એનું કારણ છે, દિનમાનની એક ખાસ ખૂબી.. આમ, આ વર્ષે વિક્રમ સંવત ૨૦૭૬માં ૧૨ ચાંદ્ર માસને બદલે ૧૩ ચાં દ્ર
 
ધાર્મિકઃ આ કારણથી દર 3 વર્ષે અધિક માસ આવે છે, તેના લાભકારક પ્રયોગ અને ઉપાયો

અટલ સમાચાર, ડેસ્ક

દર વર્ષે શ્રાદ્ધ પક્ષ પછી તરત જ નવરાત્રિ આવે છે. આ વર્ષે શ્રાદ્ધ પક્ષ અને આસો માસની શારદીય નવરાત્રિ વચ્ચે એક આખો અધિક આસો માસ આવ્યો છે. આમ કેમ? તેનું કારણ જાણો છો? એનું કારણ છે, દિનમાનની એક ખાસ ખૂબી..

આમ, આ વર્ષે વિક્રમ સંવત ૨૦૭૬માં ૧૨ ચાંદ્ર માસને બદલે ૧૩ ચાં દ્ર માસ આવ્યા છે, અધિક માસ તરીકે આસો માસ હોવાથી બે આસો માસ આવે છે. હાલમાં અધિક આસો માસ તા. ૧૮-૦૯-૨૦૨૦થી તા. ૧૬-૧૦-૨૦૨૦ સુધી રહેશે. અધિક માસને ધાર્મિક પરિભાષામાં ‘પાવન પુરુષોત્તમ માસ’ પણ કહે છે. ત્યારબાદ નિજ આસો માસ ( શુદ્ધ બીજો આસો માસ) તા. ૧૭-૧૦-૨૦૨૦ થી તા. ૧૫- ૧૧-૨૦૨૦ સુધી રહેશે. જેમાં નવરાત્રિ-વિજયાદશમી- દશેરા- શરદ પૂનમ- દિવાળી વગેરે  નવરાત્રિ-વિજયાદશમી- દશેરા- શરદ પૂનમ- દિવાળી વગેરે તહેવારોતહેવારો આવશે.

લગભગ દર ત્રણ વર્ષે આવતા અધિક માસ અંગે સામાન્ય લોકોમાં ઓછી જાણકારી હોય છે. વાસ્તવિક રીતે જોઇએ તો કાળગણના (ક્રોનોલોજી)ની દૃષ્ટિએ અધિક માસની ગોઠવણને એક વિશિષ્ટ સમજ અને સૈદ્ધાંતિક સૂક્ષ્મ ગણતરીનું ઊજળું ઉદાહરણ ગણી શકાય.

અધિક માસ અંગે સાદી અને સરળ છતાં સ્પષ્ટ શાસ્ત્રોક્ત વિગત સમજવાનો પ્રયત્ન કરીએ.

ખગોળશાસ્ત્રની ગણતરી મુજબ વર્ષના ૧૨ ચાંદ્રમાસ સૂર્ય-ચંદ્રની ગતિ-સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે. ગુજરાત- મહારાષ્ટ્રમાં સુદ એકમથી અમાસ સુધી ચાંદ્રમાસ ગણાય છે, રાજસ્થાન (મારવાડ, મેવાડ) તથા ઉત્તર ભારતમાં વદ એકમથી સુદ પૂનમ સુધી ચાંદ્રમાસ ગણાય છે.

એક ચાંદ્રમાસની લંબાઇ ૨૯.૫ (સાડા ઓગણત્રીસ) દિવસ જેટલી હોય છે. આવા ૧૨ ચાંદ્રમાસનું એક ચાંદ્રવર્ષ બને છે, જે લગભગ ૩૫૪ દિવસ થાય છે. સૂક્ષ્મ રીતે જોઇએ તો ચાંદ્રવર્ષની લંબાઇ ૩૫૪ દિવસ-૦૮ કલાક – ૪૮ મિનિટ – ૩૪ સેકંડ જેટલી છે. જ્યારે સૂર્યની આસપાસ પૃથ્વીના ભ્રમણ આધારિત સૌરવર્ષ (ઋતુચક્ર)ની લંબાઇ ૩૬૫ દિવસ – ૦૬ કલાક-૦૯ મિનિટ-૦૯ સેકંડ છે. સૂક્ષ્મ ગણિતથી તફવત જોઇએ તો સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ ૧૦ દિવસ-૨૧ કલાક- ૨૦ મિનિટ- ૩૫ સેકંડ જેટલું નાનું છે. આમ, સૌરવર્ષ કરતાં ચાંદ્રવર્ષ આશરે ૧૧ દિવસ નાનું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ તફાવત એક વર્ષને અંતે ૧૧ દિવસ જેટલો, બે વર્ષને અંતે ૨૨ દિવસ જેટલો અને ત્રણ વર્ષને અંતે ૩૩ દિવસ જેટલો થઇ જાય છે. જો આ તફવતને ધ્યાનમાં લેવામાં ન આવે અને તેને અવગણવામાં આવે તો આપણા તહેવારો- ઉત્સવો- વ્રતપર્વ દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતાં જાય (અંગ્રેજી તારીખની સાપેક્ષમાં ૧૧ (અગિયાર) દિવસ જેટલા દર વર્ષે વહેલા આવી જાય. આમ થવાથી તહેવાર- વ્રત પર્વનો ઋતુઓ સાથેનો મેળ જળવાઇ રહે નહીં.

આમ, આસો માસની નવરાત્રિ ભરઉનાળામાં આવી જાય. વર્ષાઋતુના તહેવારો જન્માષ્ટમી વગેરે શિયાળામાં આવી જાય. મકર સંક્રાંતિ- હુતાશણી- હોળી જેવા તહેવાર ચોમાસામાં- વરસાદના દિવસોમાં આવી જાય. આમ ન થાય તેવા શુભ હેતુથી આપણા પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ – પંચાંગ ગણિતના વિદ્વાનોએ ચાંદ્રવર્ષમાં એક વધારાનો માસ (અધિક માસ) ઉમેરવાનું સમજપૂર્વકનું આયોજન કર્યુ છે.

મધ્યમમાન (એવરેજ ગણતરી) મુજબ એક અધિક માસ પછી ૩૨ મહિને બીજો અધિક માસ આવે છે, જ્યારે પ્રત્યક્ષ પંચાંગ મુજબ ગણતરી કરી સ્પષ્ટમાનથી એક અધિક માસ પછી બીજો અધિક માસ ૨૮થી ૩૫ માસ દરમિયાન આવે છે.

અંગ્રેજી (ખ્રિસ્તી) વર્ષ એટલે કે ગ્રેગોરિયન કેલેન્ડર ૩૬૫ દિવસનું છે. જ્યારે સૂર્યની ગતિ આધારિત ઋતુચક્ર સાથે સંકળાયેલું સૌરવર્ષ અગાઉ જણાવ્યા મુજબ ૩૬૫ દિવસ- ૬ કલાક- ૯ મિનિટ- ૯ સેકંડ જેટલી લંબાઇનું છે. આમ ખ્રિસ્તી વર્ષ એટલે કે ગ્રેગોરિયન કેલેન્ડર વર્ષ પણ સૌર વર્ષ કરતાં લગભગ ૬ કલાક નાનું છે. આ ૬ કલાકનો તફવત ચોથા વર્ષે ૨૪ કલાક (૧ દિવસ) નો થતો હોવાથી દર ચોથા વર્ષે લીપ વર્ષ ૩૬૬ દિવસનું ગણીને ફેબ્રુઆરી માસના ૨૮ ને બદલે ૨૯ દિવસ લેવાય છે.

પારસી સન હંમેશાં ૩૬૫ દિવસનો હોય છે. (૧૨ માસ. દરેક માસના ૩૦ રોજ. પછી પાંચ ગાથાના પવિત્ર દિવસો મળીને ૩૬૫ દિવસ થાય છે) આથી પારસી પતેતી દર ચોથા વર્ષે લીપ વર્ષમાં એક તારીખ વહેલી આવે છે. તેમાં દર ૧૨૦ વર્ષને અંતે એક અધિક માસ ઉમેરવાની પ્રથા છે.

કાળનો પ્રવાહ અનંત છે, પરંતુ કાળગણનાના પ્રકાર અલગ અલગ (ભિન્ન પ્રકારના) છે. તેથી આવી વિશિષ્ટ બાબતો જોવા મળે છે. અધિક માસને ધર્મશાસ્ત્રમાં ‘પાવન પુરુષોત્તમ માસ’ કહે છે. મુહૂર્તશાસ્ત્રમાં તેને ‘મળ માસ’ કહ્યો છે. તેમાં લગ્ન, જનોઇ, વાસ્તુ કે અન્ય માંગલિક પ્રસંગોનાં મુહૂર્તો હોતાં નથી. સીમંત કર્મ આનુસંગિક કર્મ હોવાથી તેનું મુહૂર્ત અધિક માસમાં લઇ શકાય છે. સમગ્ર અધિક માસ દરમિયાન જ્ઞાન- સત્કર્મો- ભક્તિ- ઉપવાસ તથા સદ્વાંચનનો વિશેષ મહિમા છે.

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ગણિતની માફ્ક પંચાંગકર્તાઓ ભૂતકાળના અને ભવિષ્યનાં વર્ષોમાં અધિક માસનું ગણિત કરી શકે છે. તેના ગણિતમાં સૂર્ય સંક્રાંતિ અંગેના ખાસ નિયમો છે. સાદા ગણિત મુજબ જો બે સૂર્યોદય વચ્ચે તિથિ સમાપ્ત ન થતી હોય ત્યારે વૃદ્ધિ તિથિ ગણાય છે. એ જ રીતે બે અમાસ વચ્ચે સૂર્યસંક્રાંતિ આવે નહીં ત્યારે તે ચાંદ્રમાસને અધિક માસ ગણવામાં આવે છે અધિક માસ હંમેશાં ચૈત્રથી આસો માસ દરમિયાન જ આવી શકે છે. સાધારણ રીતે કારતકથી ફગણ વચ્ચે અધિક માસ આવતો નથી. આમ છતાં ઘણાં વર્ષોમાં ક્યારેક (જવલ્લે જ) અધિક ફગણ આવી શકે છે, પરંતુ કારતકથી મહા સુધીના ચાર મહિના (કારતક, માગશર, પોષ અને મહા) કદાપિ અધિક માસ તરીકે આવતા નથી.