ધાર્મિક@સાળંગપુર: કષ્ટભંજન દાદાને પાન-બીડાંનો અન્નકુટ, જુઓ દાદાની અદ્ભુત અને રમણીય તસવીરો

એમાં પણ અધિક શ્રાવણ માસ ચાલતો હોવાથી અલગ અલગ અન્નકૂટ શણગાર કરવામાં આવતા હોય છે.
 
ધાર્મિક@સાળંગપુર: કષ્ટભંજન દાદાને પાન-બીડાંનો અન્નકુટ, જુઓ દાદાની અદ્ભુત અને રમણીય તસવીરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન માટે આવે છે.હાલ તો સાળંગપુર હનુમાનજી મંદિરમાં શનિવાર અને રવિવારના રોજ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડતું હોય છે.એમાં પણ અધિક શ્રાવણ માસ ચાલતો હોવાથી અલગ અલગ અન્નકૂટ શણગાર કરવામાં આવતા હોય છે. ત્યારે એકાદશીના પવિત્ર શનિવાર નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને નાગરવેલના-આંકડાનાં ફૂલના પાનનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.તેમાં સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવે છે. તેમજ 11:15 કલાકે દાદાને પાનના બીડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેના દર્શન માટે ભક્તોની લાઇન લાગી હતી. આમ અધિક શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો લાભ ભક્તોએ લીધો હતો.સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં મંદિર વિભાગ દ્વારા શનિવાર તેમજ તહેવારના દિવસે અલગ અલગ અન્નકૂટ ધરવામાં આવતા હોય છે.આજે દાદાને જે પ્રમાણે ભવ્ય નાગરવેલના-આંકડાનાં ફૂલના પાનનો દિવ્ય શણગાર તેમજ દાદાને પાનબીડાનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. જેના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.દાદાને અલગ અલગ રીતે પાનબીડાનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. તેના દર્શન કરીને ભાવિક ભક્તો ભાવવિભોર થયા હતા. તેમજ શનિવાર અને રવિવારના દિવસે દાદાના દર્શન માટે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે. ત્યારે મંદિર વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા અહીંયા હરિભક્તો માટે કરવામાં આવતી હોય છે.