ધાર્મિક@દેશ: શંખના આ ખાસ ઉપાયો કરશે તમારી ઇચ્છાઓ પૂરી, જાણો એક જ ક્લિકે

ઘણી વખત અનેક પ્રયાસો કરવા છતાં પણ તેનો કોઈ ઉકેલ મળતો નથી. 

 
ધાર્મિક@દેશ: શંખના આ ખાસ ઉપાયો કરશે તમારી ઇચ્છાઓ પૂરી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

ઘણી વખત આપણને કેટલીક એવી સમસ્યાઓમાં ફસાઇ જઇએ છીએ કે અનેક પ્રયાસો કરવા છતાં પણ તેનો કોઈ ઉકેલ મળતો નથી. આવી સ્થિતિમાં એક જ સલાહ આપવામાં આવે છે કે તમે ખુદને ભગવાન પર છોડી દો. એ સંજોગોમાં જો કોઈ વ્યક્તિ કોઈ સારા વિદ્વાન જ્યોતિષીની સલાહથી પગલાં લે તો તે પોતાના ખરાબ સમયમાંથી ચોક્કસ છુટકારો મેળવી શકે છે.

પંડિત સુરેશ પાંડેના જણાવ્યા અનુસાર, એવા ઘણા મંત્રો છે, જેનો ઉપયોગ ગમે ત્યારે, ગમે ત્યાં અને કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવા માટે કરી શકો છે. તેઓ એક એવો જ મંત્ર જણાવી રહ્યા છે, જેનો જાપ સતત 21 દિવસ સુધી રોજ માત્ર 5 વાર જ કરવો પડે છે. આમ કરવાથી તમારા બધા ખરાબ કામ સરખા થઈ જશે. સાથે જ તમારી બધી જ ઈચ્છાઓ પણ પૂરી થશે.


માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય

જો તમે કોઇ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો અથવા પૈસાની અછત સર્જાઇ છે, તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા મોતી શંખનું ચૂરણ પાણીમાં નાંખીને મંદિરમાં માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીરને સ્નાન કરાવો. માતા લક્ષ્મી સામે નૌમુખી શુદ્ધ ઘીનો દિવો પ્રગટાવવો જોઇએ. આ ઉપાયથી તમારી ધન સંપત્તિની સાથે આત્મવિશ્વાસ પણ વધશે.

ઘરમાંથી વાસ્તુદોષ દૂર કરવા

 જો તમારા ઘરમાં અથવા કોઇ દિશામાં વાસ્તુદોષ છે, તો સવાર-સાંજ શંખ વગાડો અને કપૂરથી આરતી કરો. આમ કરવાથી તે દિશાની નકારાત્મક એનર્જી દૂર થઇ જશે. જે ઘરમાં આરતી કરતી સમયે શંખ અને ઘંટડી વગાડવામાં આવે છે તે ઘરમાંથી નેગેટિવીટી દૂર થઇ જાય છે.
5 વખત આ મંત્ર બોલવાથી થઇ જશે અટકેલા કામ

જો તમારું બાળક અભ્યાસમાં ધ્યાન નથી આપતું અથવા અભ્યાસમાં પ્રદર્શન સારું નથી, તમારા પતિને પ્રમોશન નથી મળી રહ્યું, ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર નથી થઇ રહ્યું, તમારા પતિને નોકરી નથી મળી રહી કે કોઇ પણ પ્રકારની અન્ય સમસ્યા તમારા જીવનમાં છે, તો 100 ગ્રામ તાજપત્તીનું શ્રીયંત્ર ઘરે લાવી તેને પિત્તળની થાળીમાં રાખો અને દક્ષિણાવર્તી શંખ દ્વારા જળ, દૂધ અને શેરડીનો રસ, મધ, ઘી અને દહીં દ્વારા તેનો અભિષેક કરો. ત્યાર બાદ તેને ચાંદીની પ્લેટમાં લાલ કપડું રાખો અને ઉપરથી નાડાછડી લપેટો, હળદર, રોલી, સિંદુર, ચંદન, લાલ ફૂલ, ધૂપ દિપ અને નૈવૈદ્યથી પૂજા કરો. આરતી કર્યા બાદ તે યંત્રને તમારા જમણા હાથમાં લો અને જે તમારી ઇચ્છા હોય તેને 5 વખત બોલો. જેમ કે, ‘હે યંત્રરાજ, તમે મારા પતિનું તેની ઇચ્છિત જગ્યાએ ટ્રાન્સફર કરી દો.’આવું 21 દિવસ સુધી કરવાથી તમારી ઇચ્છાની પૂર્તિ જરૂર થશે.