વાસ્તુશાસ્ત્રઃ ઘરનું બાથરુમ-શૌચાલય બાબતે રાખો કાળજી, થશે ધન-શાંતિમાં વધારો
વાસ્તુશાસ્ત્રઃ ઘરનું બાથરુમ-શૌચાલય બાબતે રાખો કાળજી, થશે ધન-શાંતિમાં વધારો

અટલ સમાચાર, ડેસ્ક

બાથરૂમ અથવા સંડાસમાં પાણીનો બગાડ થાય તો આ પણ કેટલાક પ્રકારના વાસ્તુદોષને ઉત્પન્ન કરે છે. આનાથી ધન-સંપત્તિ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે. આનાથી બચવા માટે એકમાત્ર ઉપાય પાણીનો બગાડ રોકવો છે. જેટલુ બની શકે તેટલું પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. બાથરૂમના નળમાંથી જો પાણી ટપકશે તો તેની સાથે ઘરમાંથી ધન અને શાંતિ પણ પાણીની જેમ ટપકીને વહી જશે.

વર્તમાનના આધુનિક યુગમાં ઘરમાં મોટાભાગે બાથરૂમ અને ટોયલેટ એક સાથે હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઘરમાં બાથરૂમ અને ટોયલેટ એક સાથે હોવાથી ઘરમાં કંકાસ, વાદ-વિવાદ, બીમારી અને આર્થિક સમસ્યા ઉભી થાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ, બાથરૂમમાં ચંદ્ર અને શૌચાલયમાં રાહુનો નિવાસ હોય છે. ચંદ્ર, મન અને જળ છે ત્યારે રાહુ કાળી છાયા અને વિષય છે. બન્ને એક સાથે હશે તો ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ બની જશે. રાહુના પ્રભાવથી સ્નાનઘરનું જળ વિષ સમાન બની જાય છે અને સ્નાન કરવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ઉત્પન્ન થાય છે. જેની પરેશાની ભોગવવી પડે છે.

ઉપરાંત આર્થિક સમસ્યાથી બચવા માટે ટોયલેટનો દરવાજો ઘરના મંદિર અથવા રસોડા સામે ન હોવો જોઈએ. બાથરૂમ ઉત્તર અને પૂર્ણ જ્યારે ટોયલેટ દક્ષિણ-પશ્ચિમ, દક્ષિણ અને નૈત્રત્યના વચ્ચે બનાવવા જોઈએ. આ સિવાય શૌચાલયમાં બેસવાની વ્યવસ્થા એવી હોવી જોઇએ કે શૌચ કરતા સમય તમારું મોઢું દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ હોય, કારણ કે પૂર્વ દિશા સૂર્ય દેવની દિશા છે અને માન્યતા છે કે પૂર્વ દિશામાં મોઢું રાખી શૌચ કરવાથી સૂર્ય દેવનું અપમાન થાય છે અને તેથી કાયદાકીય અડચણો અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.