મહેસાણા નજીક આવેલ વિજાપુરડા રાજલધામે ભકિત સાથે વ્યસનમુકિતનો સંગમ

પ્રિયકાન્ત શ્રીમાળી અટલ સમાચાર,મહેસાણા મહેસાણાથી આશરે ૧૯ કિ.મી.દૂર આવેલા ગામે સામાજીક બદીઓ દૂર કરવાનું અનોખું અભિયાન ઉત્તર ગુજરાતમાં અનેક પવિત્ર સ્થળો આવેલા છે. જયાં શ્રધ્ધાળુઓ પ્રાર્થના કરી મનની શાંતિ મેળવે છે. જેમાં મહેસાણા નજીક આવેલા વિજાપુરડા ગામે ભકિત સાથે તન-મનની શકિત પણ મળતી હોવાનું સામે આવ્યું છે.વિજાપુરડાના રાજલ સિકોતર શકિતપીઠ ઘ્વારા સામાજીક દુષણો દૂર કરવાની
 
મહેસાણા નજીક આવેલ વિજાપુરડા રાજલધામે ભકિત સાથે વ્યસનમુકિતનો સંગમ

પ્રિયકાન્ત શ્રીમાળી અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાથી આશરે ૧૯ કિ.મી.દૂર આવેલા ગામે સામાજીક બદીઓ દૂર કરવાનું અનોખું અભિયાન

ઉત્તર ગુજરાતમાં અનેક પવિત્ર સ્થળો આવેલા છે. જયાં શ્રધ્ધાળુઓ પ્રાર્થના કરી મનની શાંતિ મેળવે છે. જેમાં મહેસાણા નજીક આવેલા વિજાપુરડા ગામે ભકિત સાથે તન-મનની શકિત પણ મળતી હોવાનું સામે આવ્યું છે.વિજાપુરડાના રાજલ સિકોતર શકિતપીઠ ઘ્વારા સામાજીક દુષણો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. જેમાં યુવાનોને દારૂનું દૂષણ તથા સમાજમાં ફેલાયેલી અંધશ્રધ્ધા દૂર કરવાની પ્રેરણા અપાય છે. મોઢેરા સુર્યમંદીરથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલ આ મંદીરમાં હજારો યાત્રાળુઓ દર ગુરૂવાર તથા રવિવારે દર્શનાર્થે આવતાં હોય છે. મંદીરના મહંત છેલ્લા કેટલાક વર્ષોથી શ્રધ્ધાળુઓને ભકિતનો પ્રસાદ પીરસી રહયા છે.

મહેસાણા નજીક આવેલ વિજાપુરડા રાજલધામે ભકિત સાથે વ્યસનમુકિતનો સંગમ
દર વર્ષે ર૯ નવેમ્બરના રોજ પગપાળા સંધ લઇ જતા રાજલ સિકોતર પરિવાર

મહંત પ્રવિણમાડી તથા નયનાબાના જન્મદિવસે મહા રકતદાન કેમ્પ,તથા આંખોની મફત તપાસ કરી ગરીબ પરિવારોને મફતમાં ચશ્મા વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ સિવાય સમુહલગ્નોત્સવ,ગરીબ વિધાર્થીઓને નોટબુકનું વિતરણ પણ આ મંદિર ઘ્વારા કરવામાં આવતું હોય છે. દર વર્ષે ૨૪ એપ્રિલે રાજલ સિકોતરનો ભવ્ય પાટોત્સવ તથા રાજલસિધ્ધિ મહાયજ્ઞ યોજવામાં આવે છે.યાત્રાળુંઓ માટે રાજલરોટી અન્નક્ષેત્રમાં મફત ભોજનશાળા ચલાવવામાં આવે છે.અવાર-નવાર આવતાં પગપાળા સંઘ માટે રાજલ સિકોતર યાત્રાધામ ઘ્વારા જરૂરી સગવડ પણ કરવામાં આવે છે.યાત્રાધામનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં રહેલ અંધશ્રધ્ધા અને આજના નવયુવાનો જે દારૂની બદી તરફ ધકેલાઇ રહયા છે તેમાંથી નિકાળવા માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે.