આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

કોકરોચથી દરેક લોકો પરેશાન રહેતા હોય છે. કોકરોચ એ ઘણા રોગો ફેલાવે છે. કોકરોચના કારણે ઇન્ફેક્શન અને ફૂ઼ડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પણ તેનાથી પરેશાન હોય તો આ ટ્રિક્સ અપનાવી કોકરોચથી છૂટકારો મેળવી શકો છો. બેકિંગ સોડાની મદદથી તમે કોકરોચથી છૂટકારો મેળવી શકો છો. કોકરોચ ભગાડવા માટે બેકિંગ સોડાને બાથરૂમ ડ્રેઇન અને કિચનના સિંકની આસપાસ છાંટો. કોકરોચને બેકિંગ સોડાની ગંધ પસંદ નથી. તેનાથી તે બહાર નહીં આવે. ત્યારબાદ 7થી 8 કલાક પછી એક કપ નવશેકું પાણી લો અને તેમાં 2 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી લો. આ સોલ્યુશનને ડ્રેઇનમાં મૂકો અને બધા કોકરોચ મરી જશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બોરિક એસિડના સંપર્કમાં આવવાના કારણે કોકરોચના પગ અને પાંખ ચોટી જાય છે. જો કોઈ કોકરોચ બોરિક એસિડ પી લે છે, તો તે મૃત્યુ પામશે. બાથરૂમના ડ્રેઇન અને કિચનના સિંકની પાસે બોરિક એસિડ છાંટીને પણ કોકરોચથી છૂટકારો મેળવી શકાય છે. કોકરોચથી છૂટકારો મેળવવા માટે વિનેગર અને પાણીને સમાન માત્રામાં મિશ્ર કરો. પછી તેને ડ્રેઇનમાં નાંખો. વિનેગરની ગંધથી બધા કોકરોચ ભાગી જશે અને ડ્રેઇનના રસ્તે નવા કોકરોચ નહીં આવે. કોકરોચથી છુટકારો મેળવવા માટે ડ્રેઇનની મધ્યમાં ઉકળતા પાણી નાંખો. તેનાથી ડ્રેઇનની અંદર જમા થયેલી ગંદકી સાફ થશે. સમયાંતરે ડ્રેઇનમાં ગરમ પાણી નાંખતા રહો. ગંદકીના કારણે કોકરોચ આવે છે. ગરમ પાણી ડ્રેઇનમાંના કોકરોચને પણ મારી નાખે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code