આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

વાવ તાલુકા આરોગ્ય કચેરી અને ગોલગામ પ્રા.આ.કે.ના સ્ટાફ દ્વારા મચ્છરોનો ઉપદ્રવના થાય તે હેતુથી તળાવોમાં ગપ્પી અને ગંબુશીયા પોરાંભક્ષક માછલીઓ છોડવામાં આવી હતી. બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદથી ઠેર-ઠેર મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેને ધ્યાને લઇ બનાસકાંઠા જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા તાલુકા આરોગ્ય કચેરી, વાવ અને ગોલગામ પ્રા.આ.કે. દ્વારા આ નિર્ણય કરાયો છે.

બનાસકાંઠા જીલ્લામાં આવેલા ભારે વરસાદથી ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેને લઇ જીલ્લામાં તાવ-મેલેરીયાના બનાવો પણ વધી રહ્યા છે. સમગ્ર બાબત બનાસકાંઠા જીલ્લા પંચાયતની આરોગ્ય શાખાને ધ્યાને આવતા તેમના સહયોગથી તાલુકા આરોગ્ય કચેરી-વાવ અને ગોલગામ પ્રા.આ.કે.ના સ્ટાફ દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને મચ્છરોનો ઉપદ્રવ ના થાય અને લોકો સ્વસ્થ રહે તે હેતુથી ગપ્પી અને ગંબુશીયા પોરાંભક્ષક માછલીઓ તળાવમાં નાંખવામાં આવી હતી. આ પ્રસંગે વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપુત ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code