પુલવામાનો બદલો: 12 મિરાજ ફાઇટર પ્લેનોએ 21 મિનિટમાં 200થી વધુ આતંકીને ઠાર કર્યા

અટલ સમાચાર,ડેસ્ક ગત ૧૪ ફેબ્રુઆરીએ પાકીસ્તાની આંતકવાદીઓએ કાયરતાથી જમ્મુના પુલવામામાં સીઆપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. જેનો બદલો મંગળવારે પાકીસ્તાનમાં ઘુસીને ભારતીય સેનાના મિરાજ ફાઇટર પ્લેનોએ હુમલો કરી ર૦૦ થી વધુ આંતકીઓને ઠાર કરી દેતા પાકીસ્તાની સેનામાં ફફટાડ ફેલાઇ જવા પામ્યો છે. એરફોર્સના 12 મિરાજ ફાઇટર પ્લેનોએ પીઓકેમાં ઘૂસીને જૈશના 5 આતંકી કેમ્પોને નષ્ટ કરી
 
પુલવામાનો બદલો: 12 મિરાજ ફાઇટર પ્લેનોએ 21 મિનિટમાં 200થી વધુ આતંકીને ઠાર કર્યા

અટલ સમાચાર,ડેસ્ક

ગત ૧૪ ફેબ્રુઆરીએ પાકીસ્તાની આંતકવાદીઓએ કાયરતાથી જમ્મુના પુલવામામાં સીઆપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. જેનો બદલો મંગળવારે પાકીસ્તાનમાં ઘુસીને ભારતીય સેનાના મિરાજ ફાઇટર પ્લેનોએ હુમલો કરી ર૦૦ થી વધુ આંતકીઓને ઠાર કરી દેતા પાકીસ્તાની સેનામાં ફફટાડ ફેલાઇ જવા પામ્યો છે.
એરફોર્સના 12 મિરાજ ફાઇટર પ્લેનોએ પીઓકેમાં ઘૂસીને જૈશના 5 આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા. આ ઓપરેશન પીઓકેના બાલાકોટમાં કરવામાં આવ્યો, જેની વાત પાકિસ્તાને પોતે જ માની છે. સૂત્રો મુજબ આ ઓપરેશન 21 મિનિટ સુધી ચાલ્યું.
26મી ફેબ્રુઆરીએ વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સામે કરેલી કાર્યવાહી અંગે વિદેશ સચિવ વિજય ગોખલેએ મીડિયાને માહિતી આપી હતી. વિદેશ સચિવના જણાવ્યા પ્રમાણે ભારતના હુમલામાં જૈશનો કમાન્ડર તેમજ અનેક આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વિદેશ સચિવે એવું પણ જણાવ્યું હતું કે, વાયુસેનાના હુમલામાં કોઈ સામાન્ય નાગરિક ભોગ ન બને તે માટે ખાસ આ ઠેકાણાની પસંદગી કરવામાં આવી હતી.
મીડિયાને સંબોધતા વિદેશ સચિવે જણાવ્યું કે, છેલ્લા બે દાયકાથી પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ સક્રિય છે. તેનો વડો આતંકી મસૂદ અઝહર છે. આ સંગઠને જ પઠાનકોટ એરબેઝ તેમજ સંસદ પર હુમલો કર્યો હતો. ભારત સમયાંતરે જૈશના ઠેકાણા અંગેની માહિતી પાકિસ્તાનને આપતું રહ્યું છે.
વિદેશ સચિવે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ દેશમાં બીજો ફિદાયીન હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે ફિદાયીનને તાલિમ આપી રહ્યું છે. આ માટે તેની સામે કાર્યવાહી કરવી જરૂરી હતી. મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં આવેલા બાલાકોટ ખાતે જૈશના ઠેકાણા પર હુમલો કર્યો હતો. અહીં આતંકીઓને હુમલા માટે તાલિમ આપવામાં આવી રહી હતી. વાયુ સેના તરફથી કરવામાં આવેલા હુમલામાં મોટી સંખ્યામાં તાલિમાર્થી, જૈશનો સિનિયર કમાન્ડર અને ફિદાયીન હુમલાખોર માર્યા ગયા છે.