રિપોર્ટ@ગુજરાત: રાજ્યમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

 
આરોગ્ય
બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

HMPV વાયરસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વાયરસનો રાજ્યમાં પ્રથમ કેસ નોંધાયો છે. મળતી માહિતી મુજબ 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બેંગ્લુરુમાં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો જે બાદ બીજા બે કેસની પુષ્ટિ કર્નાટકામાં પણ થઈ છે ત્યારે હવે ગુજરાતમાં આ કેસ મળી આવતા હવે ગુજરાતીઓએ સાવધાની રાખવાની જરુરુ છે.

ગુજરાતમાં હવે આ ખતરનાક વાયરસે પગપેસારો કર્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર આજે આ વાયરસને લઈને ગાઈડલાઈન જાહેર કરી શકે છે. શું કરવું અને શું નહીં તેની જાહેર આજે થઈ શકે છે.રાજ્યમાં આ પ્રથમ કેસ છે જે અમદાવાદમાં આવ્યો છે. 2 મહિનાના બીમાર થતા તેના સેમ્પલની જાજ કરવામાં આવી હતી જેમાં બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે. આ વાયરસ શિયાળામાં બાળકો અને વૃદ્ધોને વધારે સંક્રમિત કરે છે.આ વાયરસને હ્યુમન મેટાપ્યુમોવાયરસ અથવા HMPV વાયરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય ​​છે.

સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ-શરદી, નાક વહેવું અથવા ગળામાં દુખાવોનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.એવું કહેવામાં આવી રહ્યું છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.