આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી, મહેસાણા

રાજય સરકારના જીલ્લા વહીવટી તંત્રની કામગીરીની તપાસ મુખ્યમંત્રી સ્વયં કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અન્ય રાજ્યોની માફક ગુજરાતમાં પણ સી.એમ. ડેસબોર્ડ શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીના વહીવટનો રોજબરોજનો રીપોર્ટ બને છે. ચોક્કસ ઇન્ડિકેટર્સ આધારે વહીવટ સામે રેન્ક અપાય છે. જેમાં મહેસાણા કલેક્ટર કચેરી આખા રાજયમાં છેક 21માં નંબરે હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દરેક જીલ્લામાં નાગરિકલક્ષી કામગીરીનું મુલ્યાંકન થાય છે. જીલ્લાના વહીવટને લઇ કલેક્ટર અને ડીડીઓને જે તે ગ્રેડમાં રેન્ક આપવામાં આવે છે. પડતર અરજીઓ અને તેની સામે થતી કામગીરીનું દૈનિક ધોરણે મુલ્યાંકન કરવામાં આવે છે. જેમાં મહેસાણા કલેક્ટર શરૂમાં છેક 31માં ક્રમે હોવાનું ધારાસભ્યને ધ્યાને આવતા ચોંકી ગયા હતા. રેન્ક જાણ્યા પછી મુખ્યમંત્રી સમક્ષ સ્થાનિક ધારાસભ્યની હાલત કફોડી બની હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત દિવસોએ મહેસાણા કલેક્ટર એચ.કે.પટેલ લાંબી રજા ઉપર ગયા તે વખતે જીલ્લો ખુબ જ પાછળ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ દરમ્યાન કલેક્ટરનો ચાર્જ જીલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીને આવ્યો હતો. સમગ્ર મામલે તપાસ કરતા વિધવા પેન્શન સહિતની વિવિધ યોજનામાં અરજીઓનો ખડકલો હોઇ તાત્કાલિક અસરથી નિકાલ કરતા કલેક્ટરનો રેન્ક સુધરીને 27માં નંબરે આવ્યો હતો.

કલેક્ટર એચ.કે.પટેલને રજામાં છેક અમેરીકા હોઇ રેન્કની જાણ થતાં મુંઝવણ ઉભી થઇ હતી. આથી રજાને અંતે વહીવટ સંભાળતા જ કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરી હતી. આ પછી ફરી એકવાર મહેસાણા કલેક્ટરનો રેન્ક સુધરીને 21માં નંબરે આવ્યો છે. જોકે મુખ્યમંત્રી રૂપાણીના ડેસબોર્ડમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના જીલ્લાનો વહીવટ પાછળ હોવાનો ઘટસ્ફોટ થતાં રાજકીય ગરમાવો પણ વધી ગયો છે.

શું છે સી.એમ ડેસબોર્ડ અને તેનો રેન્ક ?

ગુજરાત સરકારે છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન ડેઇલી રીપોર્ટીંગ માટે ડેસબોર્ડ શરૂ કર્યુ છે. જેમાં મુખ્યમંત્રી તમામ જીલ્લાના કલેક્ટર અને ડીડીઓનો વહીવટ રોજેરોજ રેન્કના આધારે જોઇ શકે છે. સીએમ ડેસબોર્ડમાં દરેક જીલ્લાનો વહીવટ કેટલો આગળ અને પાછળ છે તે નક્કી કરવા રેન્ક અપાય છે. રેન્કનો આંકડો નક્કી કરવા કલેક્ટર અને ડીડીઓ કચેરી હેઠળ થતાં કામો દૈનિક જોવામાં આવે છે. જેમાં અરજીઓ પડતર અને નિકાલ, યોજનાની સિધ્ધી સહિતના ઇન્ડિકેટર્સ જોવામાં આવે છે.

હમણાં સુધી માત્ર મુખ્યમંત્રી જોઇ શકતા હતા

સીએમ ડેસબોર્ડનો રીપોર્ટ હમણાં સુધી મુખ્યમંત્રી રૂપાણી જોઇ શકતા હતા. હવે તેમાં સુધારો કરી તમામ ડીડીઓ અને કલેક્ટરને પણ પાસવર્ડ આપી જોવાની મંજુરી અપાઇ છે. આના આધારે કચેરીના વહીવટમાં પોતાની ભુમિકા પારખી કલેક્ટર અને ડીડીઓને રેન્ક સુધારવાની જાણ થાય છે. આવી સ્થિતિમાં રાજ્યમાં જીલ્લા-જીલ્લા વચ્ચે શ્રેષ્ઠ વહીવટ આપવા તંદુરસ્ત હરીફાઇની તક મળે છે.

27 Sep 2020, 5:34 AM (GMT)

COVID-19 Global Stats

33,195,933 Total Cases
1,000,530 Death Cases
24,521,247 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code