રિપોર્ટ@અમદાવાદ: પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ કાર્યકર્તાનું દર્દ છલકાયું, શું કહ્યું? જાણો

 
Kongres neta

પથ્થરમારાની ઘટનામાં 21 આરોપીઓ હજી ભાગતા ફરે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમા કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ કાર્યકર્તાએ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સામે રોષ ઠાલવ્યો છે. મેહુલ રાજપૂત નામના કાર્યકર્તાએ પ્રહાર કર્યો કે પ્રદેશના નેતાઓ ભાજપમાં જનારા નેતાઓને ફોન કરે પણ કાર્યકર્તાને પૂછતાં પણ નથી.અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ 5 કાર્યકરો જેલમાં બંધ છે જ્યારે અન્ય 21 કાર્યકરો નાસતા ફરે છે.

આ મુદ્દે હવે મેહુલ રાજપૂત નામના કાર્યકર્તાએ વીડિયો બનાવીને પ્રદેશના નેતાઓ સામે રોષ ઠાલવ્યો છે. તેમાં તેઓ કહે છે કે, ' પ્રદેશ નેતાઓએ કે શહેર પ્રમુખે નાસતા ફરતા કાર્યકરોને હજુ સુધી ફોન નથી કર્યો અને કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર નેતાઓ ફોન કરે છે પણ અત્યારના નેતાઓ ફોન નથી કરતા. કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટનામાં 21 આરોપીઓ હજી ભાગતા ફરે છે.'કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ ભવનમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સત્તાપક્ષ હિંદુ નથી, કારણ કે હિંદુ ક્યારેય હિંસા કરે નહીં.આ નિવેદનનો સમગ્ર રાજ્યમાં વિરોધ થયો હતો અને અમદાવાદમાં કોંગ્રેસના કાર્યલય નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ સાથે જ બંને પક્ષ વચ્ચે સામસામે પથ્થરમારો પણ થયો હતો.