રીપોર્ટ@અમદાવાદ: કંપનીમાં ગેસ ગળતરથી 4 મોત, તપાસ ચિંતાજનક

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગત દિવસે ધોળકામાં આવેલી ચિરીપાલ કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 શ્રમિકોના મૃત્યું થયા હતા. જો કે હાલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતર મામલે ભીનુ સંકલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેમ તપાસ ચિંતાજનક બની છે. સમગ્ર ઘટનાને લઇ કોઠ પોલીસે યુનિટના કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધી છે. જેને લઇ પોલીસ
 
રીપોર્ટ@અમદાવાદ: કંપનીમાં ગેસ ગળતરથી 4 મોત, તપાસ ચિંતાજનક

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગત દિવસે ધોળકામાં આવેલી ચિરીપાલ કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 શ્રમિકોના મૃત્યું થયા હતા. જો કે હાલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતર મામલે ભીનુ સંકલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેમ તપાસ ચિંતાજનક બની છે. સમગ્ર ઘટનાને લઇ કોઠ પોલીસે યુનિટના કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધી છે. જેને લઇ પોલીસ દ્વારા કંપનીના માલિકોને બચાવામાં આવી રહ્યા હોય તેવા સવાલ ઉઠ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@અમદાવાદ: કંપનીમાં ગેસ ગળતરથી 4 મોત, તપાસ ચિંતાજનક

અમદાવાદના ધોળકા તાલુકાના સિમેજ-ધોળી ગામ વચ્ચે આવેલ ચિરીપાલ ગ્રુપની કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 કામદારોના મોત નિપજ્યાં હતા. જો કે ત્યાબાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી રહેલી કામગીરને લઇને સવાલો ઉઠી રહ્યાં છે. 4 કામદારોના મૃત્યું બાદ અમદાવાદની કોઠ પોલીસે ગ્રુપના માલિકો સામે કોઇ ગુનો નોંધ્યા વગર યુનિટના કોન્ટ્રાકટર સામે ફરિયાદ નોંધી છે. જેને લઇ પંથકમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

રીપોર્ટ@અમદાવાદ: કંપનીમાં ગેસ ગળતરથી 4 મોત, તપાસ ચિંતાજનક

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ચિરીપાલ કંપનીમાં ગેસ ગળતરના કારણે 4 શ્રમિકોના મોતને લઇ પોલીસની કામગીરી શકાંસ્પદ હોવાની સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યુ છે. આ તરફ કંપનીના ચેરમેન અને માલિક સામે પોલીસ કેમ મૌન છે. GPCB દ્વારા પણ ચિરીપાલ ગ્રુપને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. અન્ય કંપનીઓને નોટિસ પાઠવતી GPCB ચિરીપાલ મામલે કેમ મૌન છે તેવા સવાલો પણ ઉભા થયા છે.