રિપોર્ટ@અમદાવાદ: AMC સંચાલિત સ્કૂલોમાં બાળકોના આરોગ્ય સાથે બેદરકારીનો આક્ષેપ

 
Ghtna

RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પાણી પીવા મજબૂર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ઓઢવની કરશનનગર શાળા નં. 1, 2 અને હિન્દી શાળા નં. 1માં RO પ્લાન્ટ હોવા છતાં કનેક્શનના અભાવે બાળકો ટાંકીનું પાણી પીવા મજબૂર બન્યા છે. આ મુદ્દે અહેવાલ તૈયાર થયા બાદ સમાચાર પ્રસારિત ન કરવા પણ શાસન અધિકારી લગધીર દેસાઈએ ફોન કરી દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ છે.અમદાવાદમાં AMC સંચાલિત સ્માર્ટ સ્કૂલોને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.

ઓઢવ વિસ્તારમાં આવેલી AMC સંચાલિત સ્કૂલોમાં રિયાલિટી ચેક દરમિયાન બાળકોને પીવાના પાણીની સુવિધાને લઈને બેદરકારી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.ઓઢવની કરશનનગર શાળા નં. 1, શાળા નં. 2 અને હિન્દી શાળા નંબર-1માં RO પ્લાન્ટ હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાની હકીકત સામે આવી છે. શાળામાં RO પ્લાન્ટ તો છે, પરંતુ કનેક્શનના અભાવે બાળકો ટાંકીનું પાણી પીવા મજબૂર થયા છે એ પણ એવી ટાંકી છે જેમાં માટી અને નલીના થર જામેલા છે.

સવાલ એ છે કે શાળામાં RO પ્લાન્ટ ઉપલબ્ધ છે તો તેનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? બાળકો માટે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કોની છે? અને જો પાણીની ગુણવત્તાને કારણે બાળકોના આરોગ્ય પર અસર થાય તો તેની જવાબદારી કોણ લેશે?આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ શાળાની વ્યવસ્થા અને બાળકોના આરોગ્યને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. સ્માર્ટ સ્કૂલની સુવિધાઓના દાવા વચ્ચે જો બાળકોને પીવા માટે ગંદી ટાંકીનું પ્રદૂષિત પાણી જ આપવામાં આવતું હોય તો તંત્રની કામગીરી સામે સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. બાળકોના આરોગ્ય સાથે સંકળાયેલા આ મુદ્દે સૌથી મોટો સવાલ એ છે કે RO પ્લાન્ટ હોવા છતાં તેનો ઉપયોગ કેમ નથી થઈ રહ્યો?