રિપોર્ટ@અમદાવાદ: GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાનું અમિત શાહે ઉદ્ઘાટન કર્યું

 
અમિત શાહ
ત્યાં જવા માટે કોઈ નિમંત્રણ પત્રિકા નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે ફરી ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવ્યા છે. જ્યા અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મુક્યો છે. જે બાદ હવે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદના કાર્યક્રમો વચ્ચે બપોરે શાહ સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નિર્માણ કરાયેલા સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળામાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું છે કે આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 10 વર્ષથી શાસનમાં છે અને 10 વર્ષમાં કેટલાય વર્ષોથી પેન્ડિંગ પડેલા આપણી આઇડિયોલોજી, વિચારધારાના કારણે પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે. જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો દિલ્હીમાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું મનમાં હોય તો પણ મનમાં રાખતા હતા જીભ સુધી નહોતું આવતું, હવે ગર્વથી કહી શકીએ છે.

તેઓએ કહ્યું ભારતના ધર્મસ્થાનો દુનિયાભરમાં 350 વર્ષ સુધી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાંથી લઈ ગયેલી આપણી મૂર્તિઓને પાછા લાવવાનો કાર્યક્રમ હોય કે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાનું ભાજપ સરકારે કર્યું છે.મહાકુંભ માટે કોઈ ફાઇવસ્ટાર હોટલમાં નથી રોકાતા ટેન્ટમાં ઠંડીમાં રહે છે, કુંભમાં નામ, ધર્મ, જાતિ નથી પૂછાતી. સ્નાનના દિવસે લોકો મોઢું જોયા વિના ગંગામાં ડૂબકી લગાવો. હું 9 કુંભમાં જઈ આવ્યો છું અને હવે 27 જાન્યુઆરીએ 10માં કુંભમાં જઈશ.

તેમણે કહ્યું કે  "સૌ ગુજરાતીઓને હું અપીલ કરું છું કે, કુંભમાં જવું જોઈએ ખાસ કરીને યુવાનો અને કિશોરોને કુંભમાં લઈ જવા જોઈએ. આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી પ્રયાગરાજમાં ફરી મહાકુંભ થયો છે. અનેક એમ્બેસેડર જોડે વાત થઈ એમને મેં કહ્યું, ત્યાં જવા માટે કોઈ નિમંત્રણ પત્રિકા નથી. ગ્રહોની સ્થિતિ આવવાની સાથે જ કરોડો લોકો આવે અને તેઓ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. સરકારની કામગીરી રામસેતુ ખિસકોલી જેટલી હોય છે. સૌ ગુજરાતીઓને કહું છું કે, મહાકુંભ ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો, તમારા નસીબમાં મહાકુંભ છે તો જરૂર જવું જોઈએ"