રીપોર્ટ@ગુજરાત: આજે 12 કલાકમાં 181 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ગુરુવારે 25 થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ છે, ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે 12 કલાકમાં 181 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ઈડરમાં 5.51 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટના ધોરાજીમાં 2 કલાકમાં 3 ઇંચ ખાબક્યો છે. ચાલો ક્યાં-કેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના, ધાનેરામાં 4.57 ઇંચ, રાજકોટના જામકંડોરાણા 4.33 ઇંચ, જામનગરના જોડિયામાં 3.98 ઇંચ, લાલપુરમાં 3.39 ઇંચ, સુરેન્દ્રનગરના ચુડામાં 3.31 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 3.27 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં અને વડગામમાં 3.19-3.19 ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 3.07 ઇંચ, તાપીના સોનગઢમાં 2.95 ઇંચ વરસ્યો છે.
જેમાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં માત્ર 2 કલાકમાં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અરવલ્લીના ભિલોડા, મહેસાણાના વડનગર, રાજકોટના જેતપુર, બનાસકાંઠાના પાલનપુર, રાજકોટ, બોટાદના રાણપુર, જામનગરના કાલાવાડ, બનાસકાંઠાના ડીસા, જામનગરના જામજોધપુર, તાપીના વ્યારા, મહેસાણાના વિસનગર અમદાવાદના દસક્રોઈ, જૂનાગઢના વંથલી તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.